રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર
અધિક પુરુષોત્તમ માસમાં અનેક ઘણું ફળ મળે છે. પુરસોત્તમ માસમાં જેટલું દાન કરો એટલું વધારે પુણ્ય મળે છે ત્યારે નર્મદા જિલ્લાના નાંદોલ તાલુકાના બામણ ફળિયા ગામના શાંતિદાસ બાપુ દ્વારા તથા વસાવા જીતેન્દ્ર ભાઈ શાંતિલાલ દ્વારા અધિક પુરુષોત્તમ માસ નિમિતે ખેડા જિલ્લાના પ્રસ્સિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ગોમતી તળાવ નજીક આવેલ દંડી સ્વામી આશ્રમ ખાતે 1000 અનાજ ની વસ્ત્રમાં રૂમાલની કિટ બનાવી ભૂદેવો તથા અન્ય જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું. જેનું યોગદાન બામણ ફળિયા ગામના ભગવાન રામદેવપીર સેવાટ્રસ્ટ દ્વારા અંદાજિત પાંચ લાખની રકમનું યોગદાન આપ્યું હતું.