રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજના હાર્ડ સમાન એપ્રોચરોડ ઉપર છેલ્લા પંદર દિવસથી સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા રાત્રીના સમયે ર અવરજવર કરતા નગરજનો સહિત આ વિસ્તાર ના રહીશો પરેશાન જોવા મળ્યા. હાર્ડ સમાન એપ્રોચરોડ ઉપર છેલ્લા પંદર દિવસથી રોડ ની વચ્ચે લગાવવામાં આવેલ સ્ટ્રીટ લાઇટો અચાનક બંધ રહેતા આજુબાજુમાં આવેલ સોસાયટી ના રહીશોને તથા રોડ ઉપર અવરજવર કરતા નગરજનોને અંધારાને લઈને તકલીફો પડી રહી છે, તો પ્રાંતિજ પાલિકામાં રજુઆત કરવા છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. તો નગરપાલિકાના મુખ્ય અધિકારી આકાશભાઇ પટેલને તો આવી નાની નાની સમસ્યાઓ દેખાતી જ ના હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા પંદર દિવસથી એપ્રોચરોડ ઉપર અંધાર છવાયું અને સોસાયટી ના રહીશો તથા અવરજવર કરતા રહીશો રાત્રીના સમયે પરેશાન થઇ રહ્યાં છે.