રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદ હસ્તે વિરમગામ પાંજરાપોળને એક લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો. તે પ્રસંગે મહાજનના ટ્રસ્ટી ગીરીશભાઈ શાહ, દેવેન્દ્ર શાહ, વિરચંદભાઈ ગાંધી, પંકજભાઈ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા.
જૈન સમાજના રાષ્ટ્રીય સંત આચાર્ય નમ્રમુનિ મહારાજના જન્મદિવસ નિમિત્તે ગુજરાતની ૫૦ પાંજરાપોળ સંસ્થાના અબોલ પશુઓ માટે વેટરનીટી અને દવાઓ માટે પ્રત્યેક પાંજરાપોળને એક લાખનો ચેક અર્પણ વિધિ ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. ચેક અર્પણ પ્રસંગે સમસ્ત મહાજનના ટ્રસ્ટીઓ અને જીવજંતુ કલ્યાણ બોર્ડ દિલ્હીના સભ્ય ગીરીશભાઈ શાહ, દેવેન્દ્ર શાહ, વીરચંદ ગાંધી, પંકજ ગાંધી હાજર રહ્યા હતા અને મુખ્યમંત્રીના વરદ હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
જૈન સમાજના રાષ્ટ્રીય સંત આચાર્ય નમ્રમુનિ મહારાજના જન્મદિન નિમિત્તે ગુજરાતની ૫૦ પાંજરાપોળ સંસ્થાને અબોલ પશુઓ માટે વેટરનીટી અને દવાઓ માટે પ્રત્યેક પાંજરાપુરને મુખ્યમંત્રી દ્વારા ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.