રિપોર્ટર: ધનેશ રાઠી,પાલનપુર
ઊંઝા તાલુકાના ઉનાવા ગામ મુકામે ૭૦૦ વર્ષ જૂની દરગાહ મીરાં સૈયદ અલી દાતાર ગુજરાતમાં સહેનશાહ તરીકે ઓળખાય છે. અને બાજુમાં આવેલ મહાપળી ગામ મુકામે મીરાં સૈયદ અલ્લીના અમીજાન રાસ્તી અમ્માની મજાર પણ આવેલી છે અને ઉનાવાની આ દરગાહ એ દર વર્ષ ઉર્સનો મેળો ભરાતો હોય છે. ઉર્સના દિવસે હિન્દૂ મુસ્લિમ લોકો લાખોની સંખ્યામાં ઉમટી પડે છે અને આ મીરાં સૈયદ અલ્લીની દરગાહ એ દર ગુરુવારે તેમના દરબારે લોબાન કરવામાં આવે છે. ત્યારે હિન્દૂ મુસ્લિમ લોકો મોટી સંખ્યામાં હાજરી આપી છે. તેમજ તેમની મુરાદો પુરી થતી હોય છે અને આ મીરાં સૈયદ અલ્લી દાતારની દરગાહએ દૂર દૂર થી આવતા યાત્રિકો તેમની અલગ અલગ માનતાઓ લઈને આવતા હોય છે. આ દરબારમાં મેન ખાદીમ સૈયદ અક્રમ અલ્લી હાજી અબ્દુલ સલામ ગણા વર્ષોથી મેન ખાદીમ તરીકે તેમના દરબારમાં પુરેપુરી સેવા આપીને તેઓ લોકોના દરેક દુઃખ મટાડી આપતાં હોય છે. હાલમાં પણ આ સૈયદ અક્રમ અલ્લી હાજી અબ્દુલ સલામ આવી કોરોના મહામારીમાં ઉનાવા દરગાહમાં અને આજુબાજુ રહેતાં ગરીબ વર્ગના લોકોને વેજીટેબલ પુલાવ જેવી સારી વાનગી બનાવી અને પૈસા આપી દાન પણ કરે છે.