રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોતરકા ગામ ખાતે ગડસાઈ માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું. આ ગાબડું પડતાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. ખેડૂતએ તૈયાર કરેલો પાક પાણી ફરી વળતા નિષ્ફળ જાય તેથી જગતના તાત ચીંતાતુત બન્યા. જુવારનો પાક કાપણી કરી તૈયાર કરેલ હતો ત્યારે કેનાલમાં ગાબડું પડતાં પાણી ફરી વળતા ખેડૂત ની હાલત ગંભીર બની. અગાઉ વધુ વરસાદથી પાકને નુકસાન થયું હવે નમૅદા નિગમની રાધનપુરની ગડસાઈ માઇનોર કેનાલમાં ગાબડું પડતાં ખેતરમાં પાણી ભરાયાં જેથી ખેડૂતને ભારે નુકસાન થયું.