રિપોર્ટર : જીતુ પરમાર, માંગરોળ
જુનાગઢ માંગરોળનો દરીયો થયો ગાંડો તુર. માંગરોળ બંદર ઉપર લગાવાયું ત્રણ નંબરનું સીગ્નલ, ભારે વરસાદ તેમજ ભારે પવન ફુંકાવવાની આગાહી હવામાન વિભાગ દવારા કરવામા આવી હતી. ત્યારે માંગરોળ પંથકના વાતાવરણમાં એકાએક પલ્ટો જોવા મળ્યો. છેલ્લા બે દીવસથી અસહ્ય ગરમીને લઈ લોકો ચિંતામાં મુકાયા ત્યાંરે ફરી ભારે પવન સાથે વરસાદની પણ હવામાન ખાતાએ આગાહી કરી. માંગરોળના દરીયામાં જોરદાર કરંટ આવતા દરીયો ગાડો તુર બન્યો છે અને માંગરોળ બંદર ઉપર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે, જયારે માછીમારી કરવા ગયેલી બોટોને પરત બોલાવવાની તંત્ર દવારા તજવીજ હાથ ધરાઇ છે.
