બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા
ખેડા જીલ્લાના નડિયાદ તાલુકાના દંતાલી ગામની સીમમાં નેશનલ હાઈવે નં.૪૮ ઉપર દાવડા ઓવરબ્રીજ પાસે પુરપાટ ઝડપે જતા અજાણ્યા વાહનના ચાલકે માર્ગ પરથી પસાર થતા ૪૫ વર્ષના માનસિક અસ્થિર અને ભીખારી જેવા લાગતા અજાણ્યા આધેડને ટક્કર મારતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જેથી આ બનાવ અંગે વસો પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર દંતાલી ગામની સીમમાં નેશનલ હાઈવે નં.૪૮ ઉપર દાવડા ઓવરબ્રીજ પાસે ગત રાત્રીના અઢી વાગ્યાના સુમારે પુરપાટ ઝડપે જતા અજાણ્યા વાહનના ચાલકે માર્ગ પરથી પસાર થતા ૪૫ વર્ષના ભીખારી અને માનસિક અસ્થિર જેવા લાગતા અજાણ્યા આધેડ રાહદારીને ટક્કર મારતા અજાણ્યા આધેડને માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જી અજાણ્યા વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે નેશનલ હાઈવે ઓર્થોરીટી ઓફ ઈન્ડિયાની એમ્બ્યુલન્સને જાણ થતા એમ્બ્યુલન્સના પેરામેડીકલ સ્ટાફના મીલ્ટન જાેસેફભાઈ સોલંકી ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તપાસ કરતા અજાણ્યા આધેડનું મોત થયું હોવાનું જણાયું હતું. જેથી આ બનાવ અંગે તેઓએ વસો પોલીસને જાણ કરતા પીએસઆઈ જી.બી.પરમાર સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આ બનાવ અંગે મીલ્ટન જાેસેફભાઈ સોલંકી ની ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.