બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા
ખેડા જીલ્લાના નડિયાદ શહેરમાં સંતરામ ડેરી રોડ ઉપર આવેલ જય ભોલે પાર્લર દુકાનમાં આઈપીએલ ૨૦-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમાઈ રહેલી કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ રોયલ ચેલેન્જ બેંગ્લોરની ક્રિકેટ મેચ પર મોબાઈલ ફોન પર ક્રિકેટનો સટ્ટો રમાડતા શખ્સને નડિયાદની ડીવીઝન સ્ક્વોર્ડે ઝડપી પાડી મોબાઈલ ફોન, ટીવી અને રોકડ રકમ મળી ૮૩૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી આ બનાવ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. મળતી વિગતો અનુસાર નડિયાદ શહેરમાં સંતરામ ડેરી રોડ ઉપર જય ભોલે પાર્લર નામની દુકાનમાં જયદીપભાઈ પ્રવિણભાઈ પટેલ આઈપીએલ ૨૦-૨૦ ક્રિકેટ મેચમાં કિગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ રોયલ ચેલેન્જ બેગ્લોર ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો હોવાની બાતમીના આધારે નડિયાદ ડીવીજન સ્ક્વોર્ડના પીએસઆઈ ડી. કે. કટારા સહિતના સ્ટાફે છાપો મારતા દુકાનમાં જયદીપભાઈ પોતાના મોબાઈલ વોટસઅપ એપ્લીકેશનમાં લીંક આઈડીના આધારે ક્રિકેટનો સટ્ટો રમાડતો હોવાનું જણાયું હતું. જેથી પોલીસે મોબાઈલ ફોન, ટીવી, સેટઅપ બોક્સ અને ૨૦૦ રૂપિયા મળી ૮૩૦૦ રૂ.ના મુદ્દામાલ કબ્જે કરી આ બનાવ અંગે રાજુભાઈ પ્રહલાદભાઈની ફરિયાદના આધારે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે જયદીપભાઈ પ્રવિણભાઈ પટેલ રહે. સોનલપાર્ક સોસાયટી સંતરામ ડેરી રોડ નડિયાદ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.