રિપોર્ટર: સુરેશ પગી,કડાણા
મહિસાગર જિલ્લા ના ખેડૂતો માટે સારા સમાચાર છે આ વખતે સમગ્ર રાજ્ય માં સારો વરસાદ થયો છે અને કેટલાક વિસ્તારોમાં તો અતિવૃષ્ટિ પણ થઈ છે પરંતુ મહિસાગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ ઓછો થયો વહે જેના કારણે ઘણા તળાવો ખાલી ખમ છે તો જિલ્લાનું તેવું જ એક તળાવ સંતરામપુર તલાકાનું મોટી સરસણ ગામનું કે જેનું જળ સંચય અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણી ના હસ્તે શરૂવાત કરવામાં આવી હતી પણ આજ સુધી તે તળાવ માં એક ટીપું પણ પાણી પડ્યું ન હતું જેના કારણે આસ પાસ ના 27 ગામો ના ખેડૂતો તેના લાભ થી વંચિત હતા. ત્યારે અગાઉ ખેડૂતોની રાજુવાત દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. ત્યારે આજે તે તળાવ ભરવા માટે ની મંજૂરી મળી ગઈ છે. જેને લઈ ને આસ પાસ ના 27 ગામો ના ખેડૂતો તેનો લાભ થશે. તો ખેડૂતો, અને સ્થાનિક ધારાસભ્ય ડો કુબેરભાઈ ડીંડોર ના પ્રયત્નો થી આજે તેને મંજૂરી છે જેના કારણે ખેડૂતો માં ખુશી જોવા મળી રહી છે. તો આની સાથે જિલ્લા ના અન્ય ત્રણ તાલુકાના કુલ 58 તળાવો ભરવાની પણ મંજૂરી મળી છે જેના કારણે ખેડૂતો જે એક જ સિઝન પાક લઈ શકતા હતા તે હવે બારે માસ પાક લઈ શકશે.
મહિસાગર જિલ્લામાં ખાલી રહેતા તળાવો અને ખેતી થી વંચિત ખેડૂતો ની અનેક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો ત્યારે સ્થાનિક ધારાસભ્ય તેમજ ખેડૂતો ની રાજુવાત ને ધ્યાને લઇ ને આજે જિલ્લા ના 58 તળાવો ભરવા માટે અંદાજીત 185 કરોડની રકમ મંજુર કરવામાં આવી છે. જેથી ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે. મહીસાગર જીલ્લામાં ચાર તાલુકાઓ સંતરામપુર તાલુકામાં ૩૩, કડાણા તાલુકામાં ૫, ખાનપુર તાલુકામાં ૧૯ અને લુણાવાડા તાલુકામાં ૧ મળી ૫૮ તળાવો અંદાજે ૧૮૫ કરોડ રૂપિયાના ખર્ચે ભરવાની મંજૂરી મળતાં ખેડૂતોએ ખુશીની લાગણી વ્યકત કરતાં આગામી ચોમાસા અગાઉ કામગીરી પૂર્ણ કરવાની આશાભરી મીટ માંડી છે. આ વહીવટી મંજૂરી ખેડૂતો માટે ખુશીના સમાચાર લઈને આવી છે. હવે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને તળાવો ભરવા માટેની મંજૂરી મળી ગઈ છે ચાલુ સાલે વરસાદ ખાસ નથી એવામાં આટલા બધા તળાવો ભરવામાં આવશે જેને લઈને ખેડૂતો ૧૨ માસ પોતાના ખેતરોમાં પાણી મૂકી શકશે સાથે સાથે કૂવાના સ્તર પણ ઊંચા આવશે ત્યારે ખેડૂતો પણ આ સમાચાર થી રાજીના રેડ થયા છે.