રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ગીરસોમનાથ જીલ્લામાં ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફીના વ્યવસાય સાથે જોડાયેલા છીએ. હાલમાં કોરોના રોગની મહામારીને લીધે થયેલા લોકડાઉન સબબ સામાજીક તથા ધાર્મિક તમામ શુભ પ્રસંગો રદ્ થતા રોજગાર પર ખુબજ માઠી અસર થઈ છે અને આવનાર દિવસોમાં શુભ મુર્હુતો પુરા થઈ જશે એટલે નવુ કામ મળવુ મુશ્કેલ બનશે.
શુભ લગ્ન પ્રસંગો જ અમારા વ્યવસાયનો મુખ્ય આધાર છે. આ લગ્ન પ્રસંગો મૌકુફ રહેતા હવે ડિસેમ્બર સુધી નવુ કામ મળશે નહી. જીલ્લામાં અનેક ફોટોગ્રાફર મિત્રોને શહેરી વિસ્તારમાં લોન ઉપલબ્ધ થતી હોય ત્યારે ગ્રામ્ય કે તાલુકા વિસ્તારમાં ફોટો વિડીયોનુ કામ કરતા કે તેથી ઓછી આવક ધરાવતા હોવાના કારણે બેંકો તેમને લોન પણ નથી આપતી આવી નબળી પરીસ્થિતી ધરાવતા ફોટોગ્રાફરને આગામી દિવસોમાં ઘરખર્ચની, સંતાનોના અભ્યાસ તેમજ સ્કુલ ફી સહિતની અનેક મુશ્કેલીઓ થતી હોવાથી અમારી રજુઆતને ઘ્યાને લઈ રાહત પેકેજમાં ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફીના વ્યવસાયનો સમાવેશ કરી રાહત આપવા મુખ્યમંત્રીને લેખીત પત્ર પાઠવી ગીરસોમનાથ જિલ્લાનાં ગીર ફોટો-વિડીયો એસો.નાં પ્રમુખ નાથાભાઈ કે.વાંજાએ માંગ ઉઠાવી છે.