રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા
ઉપલેટામાં સરકાર દ્વારા 2020 ના ખેડૂત વિરોધી 3 બિલ પસાર કરવાથી દેશભરમાં 250 જેટલા ખેડૂત સંગઠનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે ઉપલેટા ખેડૂત સંગઠન દ્વારા M.S.P અધિકાર દિવસ મનાવવામાં આવ્યો હતો. જેમાં ઉપલેટા શહેરના બાવલા ચોક ખાતે ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્ર સરકારે કરેલાં ખેડૂત અને ખેતી વિરોધી ત્રણ કાળાં કાયદાને પાછાં ખેંચો, આવશ્યક ચીજોનો કાયદો સંશોધન પાછાં ખેંચો, A.P.M.C. બજાર સમિતિ કાયદા વટહુકમ અને કોન્ટેક્ટ ફરમિંગ એટલે કે કંપનીની કરાર આધારિત ખેતી જેવી અનેક વિવિધ માંગણીઓને લઈને ઉપલેટા બાવલા ચોક ખાતે ધરણાં પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ બાબતે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ખેતી બચાવો ખેડૂતોને બચાવો, દેશ બચાવો જેવાં સુત્રોચ્ચાર કરી સરકારને ખેડૂત વિરોધી બિલમાં ફેરફાર કરી ખેડૂતોને થતો અન્યાય રોકવા તેમજ 20 જેટલી ખેતીની જળસી પ્રાઇવેટ કંપનીઓને હવાલે થઈ છે. જેને પાછી ખેંચવા સરકારને રજુઆત કરતા ગુજરાત કિશાન સભા દ્વારા ધરણા યોજી મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું.