રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
ગુજરાત G.S.R.T.C એસ.ટી. ડ્રાઈવર ભરતી પરીક્ષા 24.2.2020 ના લેવાની હતી. પરંતુ કોરોના મહામારીને લઈ વર્ષ 2019.2020 ની પરીક્ષા બાકી હોવાથી, બેરોજગાર યુવાનોને રોજગારી મળી રહે તેવા હેતુસર પરીક્ષા વહેલી તકે લેવામાં આવે, તેમજ આ સમસ્યાનું નિરાકરણ લાવવા જૂનાગઢ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ,વહેલી તકે નિરાકરણ લાવવામાં નહીં આવે તો GSRTC ની ઓફિસ રાણીપ ખાતે એકઢા થઈ, વાહન વ્યવહાર મંત્રીને રજૂઆત કરી, આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી.