રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊન
વિશ્વમાં કોરોના મહામારીનાં કારણે દેશમાં લોકડાઉનનો અમલ થઇ રહ્યો છે. ગીર-સોમનાથ જિલ્લામાં લોકડાઉનની ચુસ્ત અમલવારી થઇ રહી છે. જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશના માર્ગદર્શન હેઠળ જિલ્લાની સરહદો સીલ કરવામાં આવી છે. ગીર-સોમનાથ જિલ્લામાં અન્ય રાજ્ય કે જિલ્લામાંથી આવતા લોકોને ડીસ્ટ્રીક્ટ સર્વેલન્સ ઓફીસર ડો.નીમાવતની રાહબારી હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૨૭૮૧૬ લોકોને હોમ કોરોન્ટાઇન કરાયા હતા. જેમાં ૨૪૪૧૬ લોકોએ હોમ કોરોન્ટાઇન પૂર્ણ કરેલ છે. ૩૪૦૦ વ્યક્તિ હોમ કોરોન્ટાઇન હેઠળ છે. ૪૭ વ્યક્તિ ફેસીલીટી હોમ કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવેલ છે. ઉપરાંત વેરાવળ તાલુકામાં ૮૬૯ હોમ કોરોન્ટાઇન પૂર્ણ કરેલ છે. ૧૮૩ હોમ કોરોન્ટાઇન હેઠળ છે, સુત્રાપાડામાં ૮૪૧ હોમ કોરોન્ટાઇન પૂર્ણ કરેલ છે. ૬૩ કોરોન્ટાઇન હેઠળ છે. ૪ ફેસેલીટી કોરોન્ટાઇન હેઠળ છે, તાલાળામાં ૪૧૮૪ હોમ કોરોન્ટાઇન પૂર્ણ કરેલ છે. ૧૧૧૮ હોમ કોરોન્ટાઇનમાં છે. ૧૦ ફેસેલીટી કોરોન્ટાઇન હેઠળ છે. કોડીનાર ૪૯૬૩ હોમ કોરોન્ટાઇન પૂર્ણ કરેલ છે. ૭૦૫ હોમ કોરોન્ટાઇન હેઠળ છે. ૩૩ ફેસીલીટી કોરોન્ટાઇન હેઠળ છે. ઉના ૧૧૯૪૫ હોમ કોરોન્ટાઇન પૂર્ણ કરેલ છે. ૭૦૨ હોમ કોરોન્ટાઇન હેઠળ છે. ગીરગઢડા ૧૬૧૪ હોમ કોરોન્ટાઇન પૂર્ણ કરેલ છે. ૬૨૯ હોમ કોરોન્ટાઇન હેઠળ છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ચેતન મહેતાની યાદીમાં જણાવાયું છે.