રિપોર્ટર : નિમેષ સોની, ડભોઇ
ડભોઇ તાલુકાના ભીલાપુર ગામે થી વાયદપુરા ને જોડતો અને સિમળીયા થી ખેરવાડી ને જોડતા આ બંને ડામર રસ્તાનું નવીનીકરણ માટે તાજેતરમાં મંજૂરી મળી છે. હાલમાં ચોમાસાની ઋતુ દરમિયાન ગ્રામ્ય વિસ્તારના અંતરિયાળ રસ્તાઓ ધોવાઇ ચૂક્યા છે અને તૂટી ચૂક્યા છે ત્યારે તે રસ્તાઓ ને દિવાળી પહેલા નવીનીકરણ કરવા માટે હાલની રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે કામગીરી આરંભી છે. ત્યારે ડભોઇ તાલુકાના ભીલાપુર થી વાયદપૂરા અને સિમળિયા થી ખેરવાડી ને જોડતા ડામર રસ્તાઓ ધોવાઈ અને તૂટી ચૂક્યા છે. ત્યારે પ્રજાજનોને આ રસ્તા ઉપરથી આવવા-જવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી હતી અને વધુ પડતો સમય વેડફાઈ રહ્યો હતો ત્યારે સ્થાનિક અગ્રણીઓ અને જાગૃત નાગરિકોએ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને આ બાબતે રજૂઆતો કરી હતી. જેના પરિણામે પ્રજાપ્રેમી -જાગૃત ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ આ બાબતે રાજ્ય સરકારમાં ઉચ્ચ સ્તરે રજૂઆતો કરી હતી. જેના પરિણામરૂપે તાજેતરમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે આ બંને રોડને અગ્રીમતા ના ધોરણે મંજૂરી આપી છે. જેથી આ બંને રસ્તાઓ બાબતે ટૂંક સમયમાં નવીનીકરણ કરવાની કામગીરી કરોડો રૂપિયાના ખર્ચે આરંભી દેવામાં આવશે. સદર બંને રસ્તાઓનું નવીનીકરણ થઈ જતા આ વિસ્તારના લોકોને ડભોઇ તેમજ વડોદરા જવા માટે સુગમતા રહેશે .જેથી પ્રજાજનોમાં આનંદની લાગણી છવાઈ છે અને ધારાસભ્યએ કરેલા કામોની પ્રશંસા ચોતરફ કરાઈ રહી છે. આમ ડભોઇ તાલુકો તેજ ગતિએ વિકાસ તરફ આગળ વધી રહ્યો છે.