રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ૨૪૪ પ્રાથમિક શાળાઓ આવેલી છે. જેમાં ૪૫,૦૦૦ જેટલા બાળકો અભ્યાસ કરે છે અને ૧૫૬૬ જેટલા શિક્ષકો શૈક્ષણિક કામગીરી કરે છે. તેમને પીવા માટે શુદ્ધ પાણી મળી રહે તે માટે બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ પરમારે આઈમા એન્જીનીયરીંગ કંપની અમદાવાદ અને સમગ્ર શિક્ષા અભિયાન પંચમહાલના સંકલનમાં રહી 200 પ્રાથમિક શાળાઓમાં RO પ્લાન્ટ મોડિફાય કરવામાં આવ્યો છે. તેની સર્વિસ ટેક્નિકલ દસરથભાઈ પરમાર દ્વારા અપડેટ નિયમિત સમયાંતરે કરવામાં આવે છે. શહેરા તાલુકાની ૧૬ પ્રાથમિક શાળાઓમાં TDS વધુ જોવા મળેલ છે, તે શાળાઓમાં UV પ્લાન્ટ કાર્યરત છે તેને મોડિફાય કરી RO પ્લાન્ટમાં ફેરવવાની કામગીરી હાલમાં કાર્યરત કરેલ છે. જેમાં બાકરિયા, ભરવાડ ફળીયા ભુરખલ, બોરડી, છેડા ફળીયા સાજીવાવ, ચુલડીયા વર્ગ મીઠાલી, ધમાઈ, હોળી ફળીયા ઝોઝ,ગાયત્રી ફળીયા ધાંધલપુર,કન્યા શાળા શહેરા,લક્ષ્મણપુરા, માતરિયા વ્યાસ, નાડા બ્રાન્ચ, નવા ખાંધવા, નવાગામ નવી વસાહત, વક્તાપુરા, વાંટા વછોડા અને કવાલી પ્રા.શાળાનો સમાવેશ થયો છે. આગામી સમયમાં શહેરા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓના બાળકો અને શિક્ષકોને શુદ્ધ પીવા લાયક પાણી મળી રહે તે માટે સમગ્ર શિક્ષા અભિયાન શહેરા સતત પ્રયત્નશીલ અને પ્રતિબદ્ધ છે. સી.આર.સી.કો.ઓર્ડીનેટર RO પ્લાન્ટની ચોકસાઈ અને નિયમિત અપડેટ રાખવા તેનું નિયમિત મોનીટરીંગ કરવામાં આવશે.