બ્યુરોચીફ : અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના એક ગામમાં ૨૪ વર્ષ ના પરિણીતા હિનાબેન ( નામ બદલેલ છે.) ને તેમના પતિ અને સાસુ રોજ માનસિક ત્રાસ આપતા હોય તેમની બાળકી લઈ લે છે,તેથી પીડિત બહેન કંટાળી જઈ છૂટાછેડા આપવા જણાવતા હતા. તેથી ૧૮૧ મહિલા હેલપ લાઇન નો સંપર્ક કરતા રાજપીપળા અભ્યમ રેસ્ક્યુ વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી પતિ પત્ની અને સાસુ વચ્ચે અસરકારક કાઉન્સલીગ કરી, બાળકી અપાવી સમાધાન કરાવવા માં સફળતા મળી હતી.
જેમાં મળતી માહિતી મુજબ હિનાબેન ના લગ્ન સતીશ ભાઈ જોડે થયેલ છે. અને તેમની ૧ વર્ષ ની બાળકી છે. પરંતુ તેમને રોજ તેમના પતિ અને સાસુ દ્વારા માનસિક રીતે ત્રાસ આપતો હતો.અને તેમની બાળકી ને લઈ લેતા હોવાની પણ વાત હોય તેમના સાસુ હિનાબહેન ના પતિ ને ભડકાવે છે. તેથી તેમના પતિ ગુસ્સે થાય છે અને ઝગડો કરે છે,આમ પતિ પત્ની ના ઝગડા માં તેઓ બોલે છે અને વિશે તેમજ પરિણીતા ના માતા પિતા ને તેઓ અપશબ્દો બોલે છે. જેથી પરિણીતા કંટાળી બાળકી અપાવી દો અને મારે છૂટાછેડા કરવા છે. તેમ 181 મહિલા હેલ્પલાઇન માં કોલ કરી જણાવતા રાજપીપળા સ્થિત રેસ્ક્યુ વાન ની ટીમે તેમના પતિ,સાસુ ને કાયદાકીય સમજ આપી કાઉન્સલિંગ કરી તેમને સમજાવ્યા બાદ તેમણે બાહેધરી આપી કે હવે પછી વહુ ને કોઈ પણ રીતે હેરાન નહિ કરીશું તેમને બાળકી આપીશું અને સારી રીતે રાખીશું, અમારે છૂટાછેડા નથી કરવા,અમારી બાળકી નું એમાં ભવિષ્ય નથી બગાડવું તેવી ખાતરી આપી હતી.આમ અભ્યમ દ્વારા એક તૂટતો ઘર સંસાર બચાવવામાં સફળતા મળી હતી. હિનાબેને અભ્યમનો આ બદલ આભાર માન્યો હતો.