બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા
વિધવા માતાએ તેમની ૧૬ વર્ષની તરૂણીને બચાવવા ૧૮૧ મહિલા હેલ્પલાઇનની મદદ માંગતા મામલો થાળે પડયો. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાની ૧૬ વર્ષની બાળકી નિશાકુમારી (નામ બદલેલ છે)ને તેના જ ગામના વ્યક્તિ જોડે બે વર્ષથી પ્રેમ સંબંધ હતો. એ ત્રીજી વખત પ્રેમી જોડે ભાગી ગઈ હતી.જોકે સગીરા તેના ઘરે ચિઠ્ઠી મૂકી ગઇ હતી જેમાં લખ્યું હતું કે મમ્મી તમે મારા લીધે લગ્ન કરતાં નથી અને હું તમને ખુબ હેરાન કરું છું,તમે મને તે વ્યક્તિ જોડે સંબંધ રાખવા ના પાડો છો અને હું એના વગર રહી શકતી નથી માટે હું આત્મહત્યા કરું છું. આ ચિઠ્ઠી વાચતા જ માતા ની હાલત કફોડી બની તેને શોધવા માટે નીકળી ગયા અને તે ભાઇ ને ઘરે જઇ પૂછપરછ કરી તે તેમના ઘરે થી જ મળી આવી હતી અને તેને સમજાવી તેને ઘરે લઇ આવી સમજાવી કે તારી ઉમર હજી નાની છે. એ છોકરો વ્યસન કરે છે. અગાઉ તે જુગાર માં ઝડપાયગયો હતો, અને કેસ થયો હતો. તું તારું ભવિષ્ય એના પાછળ ખરાબ કરે છે એમ સમજાવતા તો તે હું મરી જઇશ કહી તોફાન કરવા લાગી. આથી તેમના વિધવા માતા એ ગભરાઇ ને ૧૮૧ અભ્ય મહિલા હેલપલાઇન નો સંપર્ક કરી અભ્યમ રેર્ક્સ વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી તે સગીરા નું કાઉન્સલીંગ કરી સમજાવ્યું કે આ તેની અભ્યાસ કરવાની ઉમર છે. તે છોકરો થોડા થોડા દિવસે તેને ફરવા લઇ જવાના બહાને? ભાઇબંધ ના ઘરે લઇ જઇ શારીરિક સંબંધ બાંધતો. અને સામે પક્ષના ઘરના ને બોલાવી સમજાવ્યા તે છોકરો ભાગી ગયો હતો. પરંતુ તેને ફોન કરી કાયદાકીય સમજ આપેલ અને તે છોકરી ને પણ સમજાવી અને તેણી ની ભૂલ સ્વીકારતા જણાવ્યું કે મને મારી ભૂલ સમજાઈ છે. હવે થી હું અભ્યાસ માં ધ્યાન આપીશ અને ઘરે કોઇ પણ વ્યક્તિ ને હેરાન નહિ કરું, તેમજ જેમ મારી મમ્મી કહેશે એમજ કરીશ, એ વ્યક્તિ જોડે કોઈ કોન્ટેક્ટ કે સબંધ નહિ રાખ્યું અને આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ નહિ કરું આમ તેણીને કાયદાકીય સમજ આપી અને સમાધાન કરાવ્યું હતું. ત્યારબાદ નિશાએ અભ્યમ ટીમનો આ મદદ બદલ આભાર માન્યો હતો.