રિપોર્ટર : ગૌતમ વ્યાસ, કેવડીયા કોલોની
સરકારના આદેશ અનુસાર નર્મદા જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ મુખ્યમંત્રી રાહતફંડ માં એક દિવસનો પગાર કુલ મળીને 42, 93, 405 રૂપિયાનો ચેક કલેકટર નર્મદાને આપ્યો છે. આ ચેક શિક્ષકો વતિ નર્મદા જિલ્લા શિક્ષણધિકારી ડો.નીપાબેન પટેલે કલેક્ટર મનોજ કોઠારી ને અર્પણ કર્યો હતો. નર્મદા જિલ્લાના કુલ 2815 શિક્ષકોએ પોતાના એક દિવસનો પગાર કોરોના સંકટોમાં લોકોને ઉપયોગી થવા સરકારના આદેશને માન આપીને દરેક શિક્ષકે પોતાનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવાનું નક્કી કર્યું હતું. જેમાં નાંદોદ તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ કુલ, રૂ. 9, 04, 647 તથા દેડિયાપાડા તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ કુલ રૂ.13, 42, 027 તથા સાગબારા તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ કુલ રૂ. 7, 40,996 તેમજ તિલકવાડા તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ રૂ. 5, 54, 414 તથા ગરૂડેશ્વર તાલુકાના 7, 34, 564 તથા જિલ્લા પંચાયતના શિક્ષણ ખાતાના કર્મચારીઓએ 16, 757 રૂ. મળી કુલ રૂ. 42,93, 450 નો ચેક મુખ્યમંત્રી રાહત નિધિમાં જમા કરાવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ સુરેશ ભગત, મહામંત્રી ફતેસિંગ વસાવા તથા મહામંત્રી નાંદોદ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના કમલભાઈ વસાવાની ઉપસ્થિતિમાં ચેક અર્પણ કરાયો હતો.