ગળતેશ્વર તાલુકાના હડમતીયા ગામના ગ્રામજનોએ જોખમી શાળાનું સ્થળાંતર કરવા બાબતે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

Kheda
રિપોર્ટર: રીઝવાન દરિયાઈ,ગળતેશ્વર


ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના હડમતીયા ગામના ગ્રામજનો દ્વારા જોખમી શાળાનું સ્થળાંતર કરી વિધાર્થીઓના માથે તોળાતા મોતનું સંકટ ટાળવા બાબતે ગળતેશ્વર મામલતદરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર હડમતીયા પ્રાથમિક શાળા અમદાવાદ ઇન્દોર હાઇવે બનતા બિલકુલ રોડને અડી ચુકી છે. જેના લીધે હાઇવે પરથી પસાર થતા વાહનોને કારણે ઓરડાઓમાં કંપન ઉત્પન્ન થાય છે અને ઘોંઘાટને લીધે બાળકોને શિક્ષણમાં અડચણ ઉભી થાય છે શાળાના ઓરડા ઈ.સ 1940 બનેલા છે જેથી ઓરડા જર્જરિત હાલતમાં છે અને હાઇવે નજીક હોવાના કારણે વારંવાર નાના મોટા અકસ્માત બનતા રહે છે ગત તા 9/10/2020 શુક્રવારના રોજ ગંભીર અકસ્માત થયેલ હતો. જેમાં 1 વ્યક્તિનું મોત થયેલ હતું. આ શાળામાં ૧ થી ૮ નો અભ્યાસક્રમ ચાલે છે અને 165 બાળકો અભ્યાસ કરે છે તેમજ 7 શિક્ષકનો સ્ટાફ છે. તો આજ સ્થળે પાછળના ભાગે શાળાનું સ્થળાંતર કરી બહુમાળી બિલ્ડીંગ બનાવી આપવામાં આવે તેવી માંગ કરી છે અને તંત્ર દ્વારા આ સમસ્યાનું તાત્કાલિક નિવારણ કરવામાં નહિ આવે તો અમે અમારા બાળકોને શાળામાં મોકલીશું નહિ અને શાળાને તાળાબંદી કરવામાં આવશે અને છતાં પણ આ સમસ્યાનું નિવારણ નહિ આવે તો ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન કરી ધરણા કરવાની ચીમકી આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *