રિપોર્ટર : ગૌતમ વ્યાસ, કેવડીયા કોલોની
ઉનાળાની ગરમી શરૂ થતાં નર્મદા જિલ્લામાં કફ શરદી ના 137 દર્દીઓ નોંધાયા છે. તાવ ના 46 દર્દીઓ, ઝાડા-ઊલટીના 33 દર્દીઓ નોંધાયા.આજે રાજપીપળા ખાતે એપેડેમીક ઓફીસર ડો. કશ્યપે કોરોના નો સત્તાવાર રિપોર્ટ ની માહિતી આપતા જણાવ્યું છે કે 36 જેટલા સેમ્પલ વડોદરા સયાજી હોસ્પિટલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે જેનો રિપોર્ટ આવવાનો બાકી છે પણ ગઈ કાલે જે 89 સેમ્પલો મોકલેલા તે તમામ નો રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
વધુમાં નર્મદાના આરોગ્ય વિભાગે ડીસ્ટ્રીક સર્વે રિપોર્ટમાં મળેલી માહિતી અનુસાર ઉનાળાની ગરમી શરૂ થતાં નર્મદા જિલ્લામાં કફ શરદી ના 137 દર્દીઓ નોંધાયા છે. તાવ ના 46 દર્દીઓ, ઝાડા-ઊલટીના 33 દર્દીઓ સહિત કુલ ૨૧૬ જેટલા દર્દીઓ નોંધાયા છે જેની સારવાર આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરાઈ છે.