સ્ટેચ્યુ ઓફ યુનિટી ૧૭મી ઓક્ટોબરથી ખુલ્લુ મૂકાશે.

Narmada
બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા


કોવિડ-19 અંતર્ગત સરકારની અનલોક પ્રક્રિયા મુજબ દેશનાં વિવિધ પ્રવાસન સ્થળોને ખુલ્લાં મુકવા અંગે શ્રેણીબધ્ધ નિર્ણય લેવાયેલ છે.આ નિર્ણયના ભાગરૂપે કેવડીયા ખાતે આવેલા મુખ્ય પ્રવાસન સ્થળો જેવાં કે જંગલ સફારી, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક, એકતા મોલ, વિગેરે તાજેતરમાં પ્રવાસીઓ માટે ફરી ખુલ્લાં મુકાતાં પ્રવાસીઓ તરફથી સુંદર પ્રતિસાદ મળ્યો છે.

જે જોતા રાજ્ય સરકારે હવે પ્રવાસીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોતાં હતાં તે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઓફ યુનિટીને 17 ઓક્ટોબર શનિવારથી એટલે કે પહેલાં નોરતાથી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવનાર છે.આ માટે પ્રવાસીઓની સલામતીની પૂરતી કાળજી લેવા કોવિડ-૧૯ ગાઈડલાઈનના ચુસ્ત પાલન અંગેની તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરી દેવામાં આવી છે.

સોશિયલ ડિસ્ટન્સિંગની કરાશે ચુસ્ત જાળવણી

સોશિયલ ડિસ્ટન્સિંગની ચુસ્ત જાળવણી માટે પ્રવાસીઓની સંખ્યાને નિયંત્રિત રાખવાનું જરૂરી બન્યું હોવાથી દરરોજ 2500 પ્રવાસીઓની મર્યાદામાં પ્રવાસીઓને પ્રવેશ અપાશે.જે પૈકી માત્ર 500 પ્રવાસીઓને 193 મીટરના લેવલ પર આવેલ વ્યુઈંગ ગેલેરીમાં પ્રવેશ આપવામાં આવશે.સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટીકીટો દર બે કલાકના સ્લોટમાં ઓનલાઈન ધોરણે જ અધિકૃત ટિકિટિંગ વેબસાઇટ www.soutickets.in ઉપરથી મળી શકશે. પ્રવાસીઓને તેમણે જે બે કલાકના સ્લોટની ટીકીટ ખરીદેલ હોય તે જ સ્લોટમાં પ્રવેશ આપવામાં આવશે.પ્રવાસીઓને કેવડીયા ખાતે કોઈ પણ ટિકિટ બારી પરથી રૂબરૂમાં ટીકીટ ઈસ્યુ કરવામાં આવશે નહીં.

કોવિડ પ્રોટોકોલનું કરવામાં આવશે પાલન

કોવિડ પ્રોટોકોલના ચુસ્ત પાલન અંતર્ગત દરેક પ્રવાસીએ માસ્ક પહેરેલ હોવું ફરજિયાત છે.તેમજ સ્ટેચ્યુ પરિસરમાં વ્યક્તિઓને ઉભા રહેવા માટે નિર્દિષ્ટ જગ્યાઓ ઉપર જ ઉભા રહેવાનું રહેશે.પ્રવેશ સમયે થર્મલ સ્ક્રીનિંગ અને સેનિટાઈઝેશનની વ્યવસ્થા કરવામાં આવી છે.તેમજ સ્ટેચ્યુ પરિસરમાં વિવિધ સ્થળોએ પ્રવેશની જગ્યાઓ ઉપર સેનીટાઈઝર મશીનો મૂકવામાં આવ્યા છે.આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રવાસીઓ માટેની ખાસ બસોમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ પ્રમાણે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.આ તમામ વ્યવસ્થા પ્રવાસીઓને કોરોના સંક્રમણથી બચાવવા માટે જ કરવામાં આવી છે.

વિશેષ વ્યવસ્થા ગોઠવામાં આવી છે

સ્ટેચ્યુ ઓફ યુનિટી સવારે – 8 થી 10, 10 થી 12,12 થી 2,2 થી 4 અને 4 થી 6 એમ કુલ 5 સ્લોટ પૈકી પ્રત્યેક સ્લોટમાં – 500 પ્રવાસીને પ્રવેશ મળશે. એન્ટ્રી ટિકિટ – 400( ચરણ અને મ્યુઝિયમ) રહેશે તથા વ્યુઇંગ ગેલેરી – 100 પ્રવાસીઓને પ્રવેશ મળશે.સમગ્ર દિવસમાં – 2000 એન્ટ્રી ટિકિટ( ચરણ અને મ્યુઝિયમ) પ્રવાસી અને 500 વ્યુઇંગ ગેલેરી પ્રવાસીઓને એન્ટ્રી મળશે.સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટિકિટના દર જે પહેલા હતા હાલ પણ એજ છે.૧૫ તારીખથી રિવર રાફટિંગ, એકતા નર્સરી, કેક્ટ્સ ગાર્ડન, બટરફ્લાઈ ગાર્ડન, વિશ્વ વન ખુલ્લા મુકાશે.

પ્રવાસીઓ માટે સરકારે નક્કી કર્યા ધારા ધોરણ

(1) રિવર રાફટિંગ – રિવર રાફટીંગમાં કુલ 3 સ્લોટમાં પ્રવેશ આપવામાં આવશે.જેમાં પ્રથમ સ્લોટ સવારે 10:00 થી હશે.પ્રત્યેક સ્લોટમાં 25 પ્રવાસીઓને જ પ્રવેશ અપાશે.

(2) એકતા નર્સરી – એકતા નર્સરીમાં 10 સ્લોટમાં પ્રવેશ આપવામાં આવશે.જેમાં સવારે 8 થી સાંજે 6 સુધી પ્રવેશ લઇ શકાશે.પ્રત્યેક સ્લોટમાં 50 પ્રવાસીને પ્રવેશ અપાશે,આખા દીવસ દરમ્યાન 500 પ્રવાસીઓ લાભ લઇ શકશે.

(3) કેકટસ ગાર્ડન અને બટરફલાઇ ગાર્ડન – કેકટસ ગાર્ડન અને બટરફલાઇ ગાર્ડનમાં 8 સ્લોટમાં પ્રવેશ આપવામાં આવશે.જેમાં સવારે 9 થી સાંજે 5 સુધી પ્રવેશ લઇ શકાશે.પ્રત્યેક સ્લોટમાં 50 પ્રવાસીને પ્રવેશ અપાશે,આખા દીવસ દરમ્યાન 400 પ્રવાસીઓ લાભ લઇ શકશે.

(4) વિશ્વવન – વિશ્વવનમાં 12 સ્લોટમાં પ્રવેશ આપવામાં આવશે.જેમાં સવારે 8 થી સાંજે 7 સુધી પ્રવેશ લઇ શકાશે.પ્રત્યેક સ્લોટમાં 50 પ્રવાસીને પ્રવેશ અપાશે,આખા દિવસ દરમ્યાન 600 પ્રવાસીઓ લાભ લઇ શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *