ખેડા જિલ્લામાં કોરોના સંક્રમણને ધ્યાને રાખી આગામી નવરાત્રી-દિવાળી સહિત અન્ય તહેવારો નહિ ઉજવાય.

Kheda
બ્યુરોચીફ : રાકેશ મકવાણા,ખેડા

ગુજરાત સરકાર દ્વારા આવનાર દિવસોમાં યોજાનાર તહેવારો ને અનુલક્ષીને એક માર્ગદર્શિકા બહાર પાડી છે.ખેડા જિલ્લામાં નવરાત્રી સહિત દશેરા પર્વને અને આવતા તમામ વિવિધ તહેવારો ઉપર પ્રતિબંધની જાહેરાત જિલ્લા સમાહર્તા અને અધિક કલેક્ટરે કરી છે. માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ હુકમમાં જણાવાયું છે ગુજરાત સરકાર દ્વારા આવનાર તહેવારોને અનુલક્ષીને બહાર પાડેલ માર્ગદર્શિકામાં તહેવારો અનુસંધાને હુકમ બહાર પાડ્યો છે જેમાં રાજ્યમાં શહેર કે શેરી ગરબા સહીત કોઈપણ પ્રકારના ગરબા યોજી શકાશે નહિ દુર્ગાપૂજા, દશેરા, શરદપૂર્ણિમા, દિવાળી, બેસતુવર્ષ, નવાવર્ષની ઉજવણી જેવા તહેવારો તથા તેને સંબંધિત ધાર્મિક પૂજા ઘરમાં રહીને પરિવારના સભ્યો સાથે કરવા સલાહભર્યું છે. આગામી તહેવારોની જાહેરમાં ઉજવણી માટે સ્થાનિક વહીવટીતંત્રની પૂર્વ મંજૂરી આવશ્યક છે. કોઈ પણ શરતોનો ભંગ કરશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જાહેરનામામાં જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *