ડભોઇ તાલુકાના શિરોલા ગામના યુવાને સગીરાને કુંવારી માતા બનાવી દેતાં ફરિયાદ.

vadodara
રિપોર્ટર : નિમેષ સોની, ડભોઇ

ડભોઇ તાલુકાના શિરોલા ગામના યુવાને આદિવાસી સગીર યુવતી ને લગ્નની લાલચ આપી વિશ્વાસ કેળવી વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી. તેમજ માતાનો સહારો લઈ હોસ્પિટલમાં જઈ યુવતી ના પરિવારોની જાણ બહાર ગર્ભપડાવવા લઈ જઈ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બાબતની સગીર યુવતીની માતાને જાણ થતા કુકર્મ આચરનાર યુવકની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. યુવકની માતાએ આ યુવતીને પત્નિ તરીકે રાખી લેવાનુ જણાવી ૧૧ ઓક્ટોબરના રોજ બાળકીને જન્મ આપ્યો હતો ત્યારબાદ આ યુવતીને અપમાનિત કરી હતી. તેમજ તમારી દિકરીને જ્યા લઈ જવી હોય ત્યા લઈ જાવ અમારે પત્નિ તરીકે રાખવાની નથી તેમ જણાવતા આખરે ડભોઇ પોલસ સ્ટેશન માં આ માતા અને તેના પુત્ર વિરુદ્ધ સગીર યુવતીની માતાએ ફરીયાદ આપતા પોલીસે એટ્રોસીટી એકટ,પોક્સો એક્ટ ,સહીત બળાત્કારની ફરીયાદ હેઠળ કાર્યવાહી કરતા ખડભડાટ મચી જવા પામી છે. શિરોલા ગામે રહેતા ચિંતન ઉર્ફે ચીન્ટુ શૈલેષભાઇ પાટણવાડીયાએ આદિવાસી સગીર યુવતી ઉ.વ.૧૬ સાથે સબંધો કેળવી લગ્નની લાલચે વારંવાર બળાત્કાર ગુજારતો હતો. દરમિયાન સગિર યુવતી ને ગર્ભવતી બનાવ્યા બાદ પોતાની માતા કોકીલાબેન શૈલેષભાઇ પા.વા.ની મદ્દદથી હોસ્પિટલમા ગર્ભપડાવવા લઈ ગયા હતા. સગિરા સાથે લગ્ન કરી પત્નિ તરીકે રાખવાનો વિશ્વાસ આપી વિશ્વાસઘાત કરી કુંવારીમાતા બનાવી દીધી હતી. આખરે સગીર યુવતી એ પોતાના પરીજનોને લઈ ડભોઇ પોલીસમા આવી સગીરાની માતાએ યુવક અને તેની માતા વિરુદ્ધ બળાત્કાર, એટ્રોસીટી એકટ પોક્સો એકટસહીતની ગંભીર કલમો હેઠળ ગુન્હો નોંધાતા ડભોઇ પોલીસે કાયદેસરની કાર્યવાહી આરંભી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *