રાજપીપળા ખાતે વિશ્વ દિકરી દિવસ નિમિત્તે અખિલ હિંદ મહિલા પરિષદ ના સહયોગથી કાર્યક્રમ યોજાયો.

Narmada
બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા


રાજપીપળા ખાતે વિશ્વ દિકરી દિવસ નિમિત્તે અખિલ હિંદ મહિલા પરિષદ ના સહયોગથી જિલ્લા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર,નમૅદા અને કુટુંબ સલાહ કેન્દ્ર દ્ગારા દિકરી દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં વક્તાઓ દ્ગારા “‌મેરી અવાજ મેરી તા‌‌કાત” વિષય પર વ્યક્તવ્ય આપવામાં આવ્યું સાથે સાથે કિશોરીઓ ને કીટ વિતરણ કરવામાં આવી હતી. મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા “વ્હાલી દિકરી” યોજના અંતર્ગત પરિપત્ર નું પણ વિતરણ કરવામાં આવ્યું. જેમાં અખિલ હિન્દ મહિલા પરિષદ ના પ્રમુખ હેમાબેન ગાંધી અને સેક્રેટરી શિવાની બેન મહેતા સહિત મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *