૨૫% ફી સરકારે ઘટાડી હવે સ્કૂલો દ્વારા આડકતરી રીતે લૂંટ ચલાવવામાં આવી રહી છે…
પંચમહાલ જિલ્લાના કાલોલની શાંતિનિકેતન શિક્ષણ સંકુલ માં ચાલતી ખાનગી શાળાના સંચાલકો ફાઈલ ચાર્જ ના બહાને વાલીઓ પાસે ફી ની પઠાણી ઉઘરાણી કરતો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ..
કાલોલની વિવાદાસ્પદ અને દાદાગીરીમાં નંબર. 1 શાંતિનિકેતન દ્વારા ફાઇલ ચાર્જીસ ના નામે વાલીઓ પાસેથી ઉઘાડી લૂંટ અને ધમકાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
કાલોલ ની શાંતિનિકેતન સ્કૂલ દ્વારા વાલીઓને ફાઈલ આપવાના બહાને ભેગા કરી સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે આવેલી શાંતિનિકેતન શિક્ષણ સંકુલ ખાનગી શાળાના સંચાલકોનો વિવાદ સાથેનો જુનો નાતો રહ્યો છે. હાલ કોરોના મહામારીમાં રાજ્યભરની શાળાઓમાં વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ ભણતા ન હોવાથી ફી માફીની માંગ રાજ્યભરમાં વ્યાપક બની હતી. જે પૈકી કેટલાય વાદ વિવાદો બાદ સરકાર તરફથી તમામ શૈક્ષણિક સંસ્થાઓને વિદ્યાર્થીઓની ૨૫% ફી માફી આપવાની જાહેરાત કરાઇ હતી. જોકે આ ૨૫% માત્ર ટ્યુશન ફી માં જ રાહત? કે બધી સમગ્ર ફી માં ? આ સિવાય ઇત્તર પ્રવૃત્તિઓની ફી નું શું? આ બધા પ્રશ્નો અંગે વાલીઓમાં મુંઝવણો યથાવત છે ત્યારે રાજ્યભરના કેટલાયે ખાનગી શાળા સંચાલકોની આ અસ્પષ્ટ બાબતોનો લાભ લઇ એક યા બીજી રીતે વાલીઓ પાસે ફી વસુલાત કરી રહ્યા હોવાની બાબતો સામે આવી રહી છે. આવો જ એક કિસ્સો પંચમહાલ જિલ્લાની કાલોલ સ્થિત શાંતિનિકેતન ખાનગી શાળાએ વાલીઓ પાસે ફાઈલ ચાર્જની વસુલાત કરતા નારાજ અને જાગૃત વાલીઓ શાળા સંકુલ ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા.
એક જાગૃત નાગરિકે સમગ્ર બાબતોનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ સ્થિત ખાનગી શાળા શાંતિનિકેતન અને તેના મેનેજમેન્ટ સાથે વાલીઓને અવારનવાર કંઈ ને કંઈ વિવાદ ચાલતા જ રહ્યા છે. ભૂતકાળમાં પણ ઘણી બાબતોને લઈને આ શાળા વિવાદોમાં ઘેરાઈ છે. હાલના સમય પ્રમાણે ૨૫% ફી માફીના મુદ્દાને લઈને ઘણી મૂંઝવણો પણ છે ત્યારે આ શાળા દ્વારા વાલીઓ પાસે પહેલાંના વર્ષોમાં ન લેવાતો એવો વધારાના ફાઈલ ચાર્જની માંગણી કરાતા નારાજ વાલીઓ પોતાની વાત અને મૂંઝવણ લઈ શાળા સંકુલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં એક વાલી દ્વારા તમે વધારાનો ફાઇલ ચાર્જ કેમ લો છો? એવું સ્પષ્ટીકરણ પૂછતા તથા તમામ બાબતોનો વિડીયો બનાવતા તે શાળાના એક કર્મી દ્વારા એ ભાઈનો ફોન લઈ લો. ચાલો બહાર નીકળો એમ કહી ઉદ્ધતાઈ પૂર્વકનો વ્યવહાર કર્યો હતો. જોકે શાળાના ઘણા શિક્ષકોએ વચ્ચે સમજાવટ માટે મધ્યસ્થીનો પ્રયાસ કર્યો હતો, છતાં વાલીઓ પોતાના સવાલો સાથે ત્યાં જ રહ્યા. ભૂતકાળમાં આ શાળા દ્વારા ફાઇલ ચાર્જ લેવામાં આવતો ન હોવાની સ્પષ્ટતા વીડિયોમાં વાલીઓ દ્વારા કરાઈ રહી છે. ત્યારે હાલ જ્યારે સરકાર ૨૫% ફી માફીની જાહેરાત કરી છે. ત્યારે શાળા એકબાજુ ૨૫% ફી માફી સામે ફાઇલ ચાર્જ ના બહાને શા માટે એક્સ્ટ્રા ફી વસુલી રહ્યા છે? એવી સ્પષ્ટતા વાલીઓ દ્વારા માંગવામાં આવી હતી. જવાબમાં આ શાંતિનિકેતન શાળા વતી મિસ્ટર ચૌધરી વીડિયોમાં કબૂલેલ કે હા ચલો ફાઇલ ચાર્જ માફ બાકીની ફી હાલ ભરી જાઓ ચાલો, તો એક વાલીએ પોતે સંપૂર્ણ ફી ભરેલ હોઇ સરકારના આદેશ પ્રમાણે ૨૫% ફી પરત માંગી હતી. ભૂતકાળમાં પણ આ શાળા અને તેના વ્યવસ્થાપન અંગે વાલીઓ સાથેના વિવાદો અને તકરારો અવારનવાર બની રહ્યા છે. ફી બાબતે કડક ઉઘરાણી માટે શાળા સમગ્ર નગરમાં લોક મોઢે ચર્ચામાં રહે છે. સરકાર એક તરફ ૨૫% ફી માફીના લોલીપોપ આપી ભોળી જનતાને છેતરે છે. ત્યારે રાજયભરમાં કેટલીક આવી ખાનગી શાળાઓ આવી બીજી રીતે વાલીઓને લૂંટી રહ્યા છે ત્યારે સરકાર અને જવાબદાર જિલ્લા શિક્ષણ તંત્ર આંખ આડા કાન ક્યાં સુધી કરશે? અને આવા શાળા સંચાલકોની બેફામ માફિયાગીરી પર ક્યારે લગામ લાગશે? એ હવે લોકોના મનમાં સવાલો ઉઠવા પામ્યા છે. જ્યારે એક બાજુ એ સવાલ ઉદભવે છે કે આખરે આવા શિક્ષણ માફિયાઓ આવા સાહસ કોના થકી કરે છે ? આવા શિક્ષણ માફિયાઓની સાથે કેટલાક ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓ પણ વાલીઓની વ્હારે આવતાં નથી. અને ઉપરથી વાલી તેમજ વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરતા અવાર-નવાર જોવા મળે છે. પંચમહાલ જિલ્લાની કેટલીય ખાનગી શાળાઓ ઓનલાઇન શિક્ષણના નામે ભોળા વાલીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યા છે. મોબાઇલ લઇ લો આના હાથમાંથી, ચલો ફી ના ભરવી હોય તો નીકળો, શું પંચમહાલ જિલ્લા શિક્ષણ અધિકારી આવા શિક્ષણ માફિયાઓ સામે પગલાં ભરશે કે કેમ એ એક સવાલ રહેશે?