રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
ભારે વરસાદના કારણે સમગ્ર રાજ્યના ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે પરંતુ કેશોદ,માંગરોળ, કુતિયાણા અને પોરબંદરના ઘેડ વિસ્તારમાં ઉપરવાસની નદીઓના પાણી છોડાતા આ ગામોના ખેડૂતોની પરિસ્થિતિ તો અંત્યંત દયનીય બની જાય છે ત્યારે ખેડૂતોની માંગણીઓનું યોગ્ય નિરાકરણ થાય એ હેતુથી પ્રવીણભાઇ રામની આગેવાનીમાં અંદાજિત 5000 જેટલા ખેડૂતોની સહી સાથે નીચે મુજબની માંગણીઓ સાથે આવેદનપત્ર કેશોદ ખાતે જવાબદાર અધિકારીઓને સુપરત કરવામાં આવ્યું.
ગઈ સાલ કેશોદ અને માંગરોળ તાલુકાના ખેડૂતોને પાકમાં મોટાપાયે નુકશાન થયું હોવા છતાં હજુ સુધી પાકવીમાના પૈસા ખેડૂતોને મળેલ નથી તો આ બાબતે ઘટતું કરવા તેમજ ઓઝત 1,2 અને વંથલી વિયર ડેમ સરકારી ગાઇડલાઈન મુજબ પ્રથમ વરસાદે 75 ટકા ભરવાના હોઇ છે પરંતુ સ્થાનિક લોકોની ફરિયાદ મુજબ આ ડેમો પ્રથમ વરસાદે જ ઓવરફ્લો ભરી દેવામાં આવે છે અને પછી જ્યારે ઉપરવાસમાં વધારે વરસાદ આવે ત્યારે એક સાથે પાણી છોડાતા ધેડ વિસ્તારમાં તારાજી સર્જાય છે અને અનેક દિવસો સુધી ઘેડ વિસ્તાર સંપર્કવિહોણો બની જાય છે ત્યારે આ બાબતમાં કાયમી નિકાલ માટે ઘટતું કરવા અને કેશોદ,માંગરોળ, કુતિયાણા,પોરબંદરના ઘેડ વિસ્તારમાં આવતા ગામોને ફ્લડ એરીયા જાહેર કરવામાં આવે તેમજ ઘેડ વિસ્તાર માટે સરકાર દ્વારા અલગ યોજના બનાવી અલગથી બજેટ ફાળવવામાં આવે તેમજ
ઓઝત અને સાબરી નદીની ઊડાઈ અને પહોળાઈ જૂના રેકર્ડ પ્રમાણે કરવામાં આવે તેમજ કોકરેટ દીવાલ બનાવવામાં આવે જેથી કરીને ખેડૂતોને વધારે પડતું નુકશાન ના થાય તેમજ ચાલુ વર્ષે અતિ ભારે વરસાદ પડતાં ખેડૂતોનો તમામ પાક સદંતર નિષ્ફળ ગયો છે ત્યારે ખેડૂતોને એમની નુકસાનીનું વળતર તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે તેવી માંગણી સાથે સાથે અેપ્રે લાઈનમેન તાલીમાર્થીઓને રોજગારી આપવા તેમજ આઉટસોર્સિંગ થી ચાલતા 66 કે વી ના સબ સ્ટેશનો બંધ કરવા જન અધિકાર મંચના નેજા હેઠળ રજૂઆત કરવામાં આવી અને આ બાબતે નિરાકરણ નહી આવે તો ગાંધીસિંધ્યા માર્ગે ધરણાં પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી,બન્ને રજૂઆતોમાં પ્રવીણભાઇ રામની સાથે સાથે કેશોદ તાલુકા પ્રમુખ રાજુભાઈ મોકરિયા,રાજુભાઈ બોદર,જયેશભાઈ સોલંકી, ભાવીનભાઈ સિંહાર,કાનાભાઈ વીરડા,મહેશભાઈ કરગીયા,ભરતભાઈ મૈયાત્રા,સંદીપભાઈ રામ, ગોવિદભાઇ કેશવાલા,સંજયભાઈ અને જન અધિકાર મંચના અન્ય હોદેદારો હાજર રહ્યા હતા.