રિપોર્ટર: ધનેશ રાઠી,પાલનપુર
તિરૂપતિ ટાઉનશિપ ભાગ ૧ માં નાગેશ્વર મંદિરમાં એક પહલ ફાઉન્ડેશન દ્વારા નિરાધાર,વિધવાઓને રાશન કીટ વિતરણ કરવામાં આવી હતી જેમાં સોશ્યલ ડિસ્ટન્સ , માસ્ક, સેનેટાઇઝ જેવી અનેક સુવિધાઓ સાથે સરકારના નિયમોનુસાર કાર્યક્રમ યોજાયો હતો તિરૂપતિ ટાઉનશિપ ના રાજુભાઈ , સંસ્થાના પ્રમુખ પ્રુનીમાબેન ચંદ્રા ,એક પહલ ફાઉન્ડેશન સેક્રેટરી દિનેશભાઈ મકવાણા તથા અન્ય હોદેદારો,રાશન કીટ ના દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા આ સંસ્થા દ્વારા ગુરુનાનક ચોક ખાતે તારીખ ૩૦ ,૩૧ અને ૧ તારીખે હસ્થ પ્રદર્શન રાખેલ છે આ સંસ્થાનો મુખ્ય હેતુ નિરાધાર , વિધવા બહેનોને આત્મનિર્ભર બનાવવા નો છે.