છોટાઉદેપુર જિલ્લામાં ચેકપોસ્ટ ઉપર પોલીસ સહિત આરોગ્ય વિભાગના કર્મીઓ તૈનાત…

Chhota Udaipur Latest Madhya Gujarat
રિપોર્ટર : ગૌતમ વ્યાસ, કેવડીયા કોલોની

કોરોના મહામારીને લઈ છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશ માટે ના મુખ્ય માર્ગો ઉપર ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. જ્યાં ચોવીસ કલાક પોલીસ સહિત આરોગ્ય વિભાગના કર્મીઓ તૈનાત છે. અન્ય જિલ્લા કે પરપ્રાંતમાંથી જિલ્લામાં આવતાં દરેક વ્યક્તિના પ્રવેશ ની કાયદેસરતા ચકાસવાની સાથે તેના આરોગ્યની પણ ચકાસણી કરવામાં આવી રહી છે ત્યારે ચેકપોસ્ટ ઉપર નિષ્ઠા પૂર્વક ફરજ બજાવતા આ કોરોના યોદ્ધાઓને બિરદાવવાની પ્રેરક બળ પૂરું પાડી તેમનો ઉત્સાહ વધારવા અને પ્રોત્સાહિત કરવા જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી મિહીર પટેલ, નાયબ કલેક્ટર વિવિધ ચેકપોસ્ટ ઉપર પહોંચ્યા હતા અને એંમની સેવાને બિરદાવી ગિફ્ટ આપી એમનું મનોબળ વધાર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *