ગળતેશ્વર તાલુકાના સેવાલિયા બાલાસિનોર હાઇવે પર ટેમ્પાનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો.

Kheda
રિપોર્ટર: રીઝવાન દરિયાઈ,ગળતેશ્વર

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના હડમતીયા ચોકડી પાસે બાલાસિનોર તરફથી આવતા ટેમ્પાનું ટાયર ફાટતા ડ્રાઈવરે ગાડી પર કાબુ ગુમાવતા બાઇકચાલકને અડફેટે લેતા બાઈકચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ બાઇક ચાલક પંચમહાલ જિલ્લાના ગોઠડા ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને તેમનું નામ જ્યંતીભાઈ જેઠાભાઈ પટેલ, હોવાનું જાણવા મળ્યું છે. ટેમ્પામાં અન્ય સવાર થયેલાને નાની મોટી ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગળતેશ્વર તાલુકાના હડમતીયા ખાતે બાલાસિનોર તરફથી આવતી આઇસર ટેમ્પો નંબર જીજે ૬-ડબ્લ્યુ-૬૮૧૨ સેવાલિયા તરફ આવી રહ્યો હતો, તે દરમિયાન ટેમ્પાનું આગળનું ટાયર અચાનક ફાટતા ડ્રાઈવરે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા ટેમ્પાની આગળ ચાલતા એક બાઈક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ પામ્યા હતા, ગ્રામજનોના જણાવ્યા અનુસાર બપોરના સમયે બાલાસિનોર તરફથી આવતા ટેમ્પાનું આગળનું ટાયર ફાટતા બાઇકચાલક નં. જીજે- ૦૭-બી.એસ- ૪૪૦૨ અડફેટે લઈ પ્રાથમિક શાળા હડમતિયા માં ઘૂસી ગઈ હતી જેથી બાઇકચાલકને ભારે ઈજાઓ થતા તેમનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું અને ટેમ્પામાં સવાર અન્ય લોકોને નાની મોટી ઈજાઓ થતા તેમને સારવાર અર્થે હોસ્ટિપટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મરણ પામેલ શિક્ષકની બોડીને પી એમ કર્યા બાદ તેમના ઘરના સભ્યોને સોંપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *