બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળા નગરમાં ફરી એકવાર વિકાસની વણઝાર થઇ છે. ત્યારે જે સોસાયટીઓ બન્યા પછી આજે ૨૦ થી ૨૫ વર્ષો થઇ ગયા તેવી સોસાયટીઓમાં પ્રથમવાર સીસી રોડ મંજુર કરી જેનું ખાતમુહર્ત પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવ્યું. જેમાં પાલિકા પ્રમુખ જિગીષાબેન ભટ્ટ, અલકેશસિંહ ગોહિલ,ચીફ ઓફિસર જયેશ પટેલ, ભરતભાઈવસાવા, રમણસિંહ રાઠોડ, કિંજલ તડવી, પ્રતીક્ષા પટેલ, ગજેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ ગોહિલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજપીપલા શહેરની કેટલીક સોસાયટી અને વિસ્તારોના રહીશોની માંગ હતી કે રોડ રસ્તાની જરૂર છે પાલિકા વહીવટી તંત્ર દ્વારા આ રોડની કામગીરી કરવાની શરૂઆત કરી ખાતમુહર્ત કરાયા. જેમાં જલારામ સોસાયટી, શ્રીજીનગર સોસાયટી ગોકુલનગર સોસાયટી, ચિત્રકૂટ સોસાયટી, અંબિકાનગર સોસાયટી, શક્તિવિજય સોસાયટી, મહાલક્ષ્મી સોસાયટી, ઇન્દ્રપુરી સોસાયટી, રાધાસ્વામી કમ્પાઉન્ડ, નરસિંહ ટેકરી, ટેકરફળિયા સહીત વિસ્તારો માં રસ્તા બનાવવામાં આવશે. આ બાબતે શ્રીજીનગર સોસાયટીમાં રહેતા રહીશ કેતનસિંહ ગોહિલે જણાવ્યું હતું કે અમે વર્ષોથી સોસાયટી ને જોડતો અને અંદર રોડ ની માંગ કરતા હતા પરંતુ હાલના સત્તાધીશો દ્વારા અમારી જેવી અનેક સોસાયટીમાં રોડ બનાવી રહ્યા છે ખુબ આનંદની વાત છે.