રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
કૃષિ બિલ પસાર કરવામાં આવેલ જે બાબતે ભાજપ દ્વારા સાચી માહિતી ખેડૂતોને પહોંચાડવાના અભિયાન અંતર્ગત સાણંદ તાલુકામાં નવદીપસિંહ ડોડીયા દ્વારા ખેડૂતોને માહિતગાર કરતા જણાવ્યું હતું કે જયારથી ભાજપની સરકાર આવી છે. ત્યારથી ખેડૂત લક્ષી નિર્ણયો કર્યા છે. રાજ્યના 9000 ગામડાંને નર્મદાનું પીવાનું પાણી ભાજપ સરકારે પૂરું પાડ્યું. 1.5 લાખથી વધારે ચેક ડેમો, હજારો તળાવો ઊંડા કરવાનું તથા બોરીબંધ જેવા જળ સંચયના કામો કર્યા છે. આ ઉપરાંત દરેક જણસમા કોંગ્રેસના સમયમાં જે ટેકાના ભાવ હતા તેનાથી 50% થી માંડીને 100% વધારે ટેકાના ભાવો ભાજપ સરકારે કર્યા છે. આ ખાટલા બેઠકમાં કૃષિ સુધારણા બિલ અંગે નવદીપસિંહે વિસ્તૃત માહિતી આપી ખેડૂત ભાઈઓને કૃષિ સુધારણા બિલ અંગે માહિતગાર કર્યા હતા.