રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી ઠાકોર સમાજ સંચાલિત સદારામ સમાજ સેવા મંડળ દ્વારા સમાજ સુધારણા માટે ક્ષત્રિય ઠાકોર સમાજ ની મીટીંગ મળી. જેમાં સમી હારીજના માજી ધારાસભ્ય ભાવસિંહ રાઠોડ અને રાધનપુરના માજી ધારાસભ્ય નાગરજીભાઇ ઠાકોર, રાધનપુરના પુવૅ ધારાસભ્ય લવિગજી સોલંકી, શંકરજી મોતીજ ઠાકોર, જેન્તી ભાઈ ઠાકોર, ભાવાજી ઠાકોર, ખુમાજી ઠાકોર, જમાદાર ભેમાજી ઠાકોર, બંદવંડ જીલ્લા પંચાયત સદસ્ય જગદીશ ઠાકોર તેમજ અન્ય ઠાકોર સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં કોરોના વાયરસની માહામારી વચ્ચે માસ્ક ફરજિયાત પેહરો, સમાજને કુરિવાજ થી દુર રેહવા અંગે સમાજ સુધારણા માટે આગેવાનો સાથે ભાવસિંહ રાઠોડ મીટીંગ કરી ઠાકોર સમાજને એક હાકલ કરી હતી. જેમાં સમાજ દ્વારા રાધનપુર સાંતલપુર સમી વાવ તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.