અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા યોજાયેલ નિબંધ સ્પર્ધાનું પરિણામ જાહેર કરી ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીને ગિફ્ટ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.

Ahmedabad Latest
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના વિરમગામ શહેર ટીમ દ્વારા ગાંધીજયંતી અંતર્ગત ગાંધીજી વિશે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિબંધ સ્પર્ધામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને આજરોજ ગિફ્ટ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના વિરમગામ શહેર ટીમ દ્વારા શહેરમાં અવનવા કાર્યક્રમ કરવામાં આવે છે. ત્યારે બીજી ઓક્ટોબર અંતર્ગત ગાંધી જયંતિ નિમિત્તે શહેરમાં ગાંધીજી વિશે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેનાના પ્રમુખ ચેતનભાઈ કંસારા, ઉપપ્રમુખ ડૉ. મહેન્દ્ર જાદવ, મહામંત્રી અશોકભાઈ પરમાર, મહામંત્રી સંજયભાઈ રામાનંદી, મંત્રી પ્રણવ સોની અને કારોબારી સભ્ય મહેન્દ્ર સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં સ્પર્ધાના પરિણામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ધોરણ-5 થી 8માં પ્રથમ ક્રમાંકે અવની ગુપ્તા, બીજા ક્રમાંકે માધવી રામાનંદી તેમજ ત્રીજા ક્રમાંકે અંજલિ માવાણી જ્યારે ધોરણ-9 થી 12 માં પ્રથમ ક્રમાંકે અવની સોની તેમજ બીજા ક્રમાંકે પ્રેક્ષા રામી વિજેતા થયા હતા. વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ગિફ્ટ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સ્પર્ધામાં મૂલ્યાંકન કરવામાં પ્રકાશભાઈ પટેલ તેમજ મિલી મેમનો વિશેષ આભાર તેમજ રણજીતસિંહ જાદવનો પણ વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *