રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
આત્મનિર્ભર ખેડૂત જનજાગરણ અભિયાન અંતર્ગત અમદાવાદ ભાજપ જીલ્લા મહામંત્રી નવદીપસિંહ ડોડીયા દ્વારા થોરી, વડગાસ, કાંકરાવાડી, વણી ગામે ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું.
વિરમગામ તાલુકાના થોરી, વડગાસ, કાંકરાવાડી, વણી મુકામે નવદીપસિંહ ડોડીયા દ્વારા ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કિરીટસિંહ ગોહિલ, લખુભા ચાવડા, ડાહ્યાભાઈ પટેલ, વિષ્ણુભાઈ જાદવ, લખુભા મોરી, દીપકભાઈ ડોડીયા તેમજ ભાજપના આગેવાનો, તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને ખેડૂત મિત્રોને કૃષિ બીલ વિશે માહિતગાર કર્યા હતા. કૃષિ ક્ષેત્રે આગળ ધપવા મોદી સરકારે આત્મનિર્ભર ખેડૂત પેકેજ અંતર્ગત સંચરના કોશ માટે એક લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આ પેકેજથી ખેડૂતોને આર્થિક રૂપે ટેકો મળશે ખેડૂતોને સરકાર દ્વારા જે સહાય મળે છે અને જે ખેડૂત લક્ષી યોજનાઓ છે તેના વિશે ખેડૂતોને માહિતી આપી માહિતગાર કરવામાં આવ્યા હતા.