અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વિઠલાપુર પોલીસ સ્ટેશનમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું.

Ahmedabad
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ

મદદનીશ પોલીસ અધિક્ષક ડો.લવિના શિન્હાના અધ્યક્ષ સ્થાને વિઠલાપુર પોલીસ સ્ટેશનમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું. અને લોકોની સમસ્યા જાણવાનો પ્રયત્ન કર્યો હતો. તેમજ ત્યાં આવેલ લોકોને સાઇબર ક્રાઇમ વિશે માહિતી આપવામાં આવી હતી.

માંડલ તાલુકાના વિઠલાપુર પોલીસ સ્ટેશન ખાતે મદદનીશ પોલીસ અધિક્ષક ડો.લવિના શિન્હા ના અધ્યક્ષ સ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પી.આઇ.ચૌહાણ, પી.એસ.આઇ દેસાઈ તથા પોલીસ સ્ટાફ વિઠલાપુર સરપંચ મનુભા, માજી સરપંચ રામભા, માજી પ્રમુખ બચુભા, વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના ઉત્તર ગુજરાત જોન પ્રેસિડેન્ટ, ગુજરાત ક્ષત્રિય સેના પ્રમુખ, ગામ બચાવો સમિતિના પ્રમુખ, હમારે વતન કી આવાજ દૈનિક ન્યૂઝપેપરના સહ તંત્રી જે.કે.ઠાકોર, ભાજપના મુખ્ય પ્રદીપસિંહ, રીટાયર્ડ શિક્ષક નટુભા, જેસંગપુરા આગેવાન ચતુરજી ઠાકોર તેમજ આજુબાજુ ગામના આગેવાનો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને સાઇબર ગુના જેવા કે સોશિયલ મીડિયા, બેંકના નામે ઓ.ટી.પી માંગવો, વ્યાજ ખોરોના ત્રાસથી કોઈ અણબનાવ ન બને તે માટે સાઇબર ક્રાઇમ વિશે વિસ્તૃત માહિતી આપી લોકો જાગૃત બને તે હેતુથી સાઇબર ક્રાઇમથી કેવી રીતે બચી શકાય તેવી માહિતી આપવામાં આવી હતી. અને વિસ્તારની સમસ્યાઓ જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *