રિપોર્ટર: પાયલ બાંભણિયા, ઉના
સોમનાથમાં સેવાકાર્યમાં સદા અગ્રેસર રહેલી મુંબઈની અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી નગી દ્વારા જન્મ દિવસે મેડીકલ આરોગ્ય ચેકઅપ કરાશે. દવા પણ નિશુલ્ક આપવામાં આવશે. નગરપાલિકા પ્રમુખ, નાયબ પોલીસ અધીક્ષક, તેમજ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વર્લ્ડ રેકોર્ડ બુકના પ્રમુખ સહીત અભિનેત્રી રાજશ્રી મિના સહીત ચાંદની પરમાર દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો. ૧૩૩ દર્દીઓને તપાસી નિસ્વાર્થ પ્રયત્નો કરી સફળ પ્રયાસ કરવામાં આવ્યો.
બાર જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં સાનિધ્યમાં આજે ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી કે જે મિના નગી તરીકે અનેક પ્રકારના સેવાઓ માટે સદા અગ્રેસર રહેલી આજ રોજ રાજશ્રી મિના પંજાબી મિના નગી દ્વારા તેમના જન્મ દિવસની શુભકામના સાથે સોમનાથ પ્રભાસ પાટણ એસ.ટી પોઈન્ટ પર સર્વ રોગ નિદાન શિબિર યોજી, જેમાં વેરાવળ નગરપાલિકા પ્રમુખ મંજુલા સુયાણી તેમજ સોમનાથ નાયબ પોલીસ અધીક્ષક એમ.ડી ઉપાધ્યાય, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ લંડન ના સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ જોનના પ્રમુખ શૈલેષ બારડ, તેમજ ડેપો મેનેજર બી.ડી.રબારી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો આરંભ કરાયો. જેમાં જુદા જુદા રોગોના નિષ્ણાંત તબીબો ડૉ.મુકેશ ચગ તેમજ તાલુકા હેલ્થ આરોગ્ય વિભાગ ડૉ.સરૂપા બેન ચાવડા, અને ફાર્માસ્ટિક ભુમીકા બેન સોલંકી, ડૉ.બ્રિજેશ સોલંકી, મલીક ઈસમાન એમ.પી.ડબલ્યુ દ્વારા ૧૬૯ દર્દીઓને તેમજ આંખોના ૨૦ દર્દીને નિદાન કરી નિસ્વાર્થ ભાવે પોતાની અમુલ્ય સેવા બજાવી અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના નગી દ્વારા અમુલ્ય યોગદાન આપ્યું. જેમાં સોમનાથ ટ્રસ્ટ એસ.ટી પોઈન્ટ પર સર્વરોગ નિદાન શિબિર સફળ બનાવવા માટે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજય સિંહ ચાવડા એસ.ટી ડેપો મેનેજર બી.ડી રબારી સહીત સ્વ.સોની હીરા બેન પ્રભુ દાસ સતીકુંવર સેવા સમીતીના રાજશ્રી ટંડેલ અને મુંબઈના રાજશ્રી મિના નગીએ પ્રયત્ન શીલ રહીને કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.