રિપોર્ટર : ભરત સથવારા, પાટણ
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વિશ્રામ ગુહ ખાતે આજરોજ રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને પાટણ જિલ્લાના જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચુંટણીના નિરીક્ષકો દ્વારા રાધનપુર તાલુકાના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચુંટણી લડવા માંગતા ઉમેદવારનો બાયોડેટા લેવામાં આવ્યો. રાધનપુર વિસ્તારમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચુંટણીની કોંગ્રેસ દ્વારા જોર સોર થી તૈયારી કરવામા આવી રહી છે, ત્યારે રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ રાધનપુર અને સાંતલપુર અને સમી તાલુકામાં કોંગ્રેસ તાલુકા પંચાયત જીતશે અને દસ જીલ્લા પંચાયતની સીટો રાધનપુર વિધાનસભામાં આવેશે, તેવો દાવો કરવામાં આવ્યો. જે માટે ટીકીટો માંગનાર ઉમેદવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.