છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના ચીલીયાવાટ ગામના એક મહિલાને બ્લડની જરૂર પડતા પરિવારમાંથી કોઈ પણ બ્લડ ડોનેટ કરવા તૈયાર ન હતા ત્યારે આ વાતની જાણ ૧૦૮ ઈમરજન્સી સેવા પર પાઈલોટ તરીકે ફરજ બજાવતા મોહસીન ખાન પઠાણ ને પડતા તરત જ દર્દીના સગા મનીષ ભાઈનો સંપર્ક કરી હિન્દુ બ્લડ બેન્ક સંગમ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેટ કરી મહિલાનો જીવ બચાવ્યો હતો. આમ હાલમાં ચાલી રહેલી વાયરસની વિકટ પરિસ્થિતિમાં હોસ્પિટલમાં જવામાં પણ ડરતા હોય એવી પરિસ્થિતિમાં ૧૦૮ ઇમરજ્સીના કર્મચારી પાયલોટ મુસ્લિમ ભાઈ બ્લડ ડોનેટ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમજ મહિલાના પરિવારજનો એ ઈમરજન્સી સેવાના કર્મચારી મોહસીનખાન પઠાણ નો આભાર વ્યક્ત કર્યો હતો.
Editor / Owner Dharmesh Vinubhai Panchal 7572999799 G Samachar News Chanel GTPL NO 981 સમાચાર આપવા તેમજ અમરા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.