રિપોર્ટર: અનીશખાન બલુચી, કેવડિયા કોલોની
સમયસર વીજળી ન મળવાથી કપાસ નો પાક નિષ્ફળ જવાની ભીતિ થી ખેડૂતોમાં રોષ સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા અનેક પ્રયાસો કરવામાં આવે છે મોટા મોટા કાર્યક્રમો ના તાયફા કરી કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. ઉપરાંત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતની આવક ૨૦૨૨ સુધી બમણી થાય તેવું સ્વપ્ન સેવ્યું છે પરંતુ વડાપ્રધાન નું સ્વપ્ન નર્મદા જિલ્લાના ખેડૂતો માટે રોડાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડિયા આસપાસ ના ખેડૂતોને વીજળી સમયસર ન મળતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઉપરાંત સરકાર જયારે ખેડૂતો ને આંઠ કલાક વીજળી અપાઈ રહી હોવાની ગુલબંગો પોકારે છે ત્યારે કેવડિયા સહિત આસપાસના ગામડાઓ માં એક કલાક સુદ્ધા વીજળી મળતી નથી તેવા આરોપો સાથે ખેડૂતોએ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કેવડિયા ખાતેની પેટા કચેરી ખાતે એક આવેદન આપ્યું હતું. અને બે દિવસમાં જો આ બાબતે નિરાકરણ નહીં આવે તો આંદોલન ની ચીમકી પણ ઉચ્ચારી છે ઉપરાંત અધિકારીઓ ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા અને જણાવ્યું હતું કે આટલા દિવસથી ફોલ્ટ મળતો નથી કર્મચારીઓ ને કાઈ આવડતું નથી. સ્ટાફ બદલીનાખો તેવા પણ ગંભીર આક્ષેપ કર્યા છે અત્રે એ ઉલ્લેખનિય છે કે લોકડાઉન માં ખેડૂતોની હાલત કફોડી બની હતી ત્યારબાદ વરસાદી ઋતુ માં પુર ની પરિસ્થિતિ સર્જાતા ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો. ત્યારે હવે વીજળીના કકળાટ માં ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવે તેમ છે. તો આ બાબતે કેવડીયાની વિભાગીય કચેરી ના નાયબ ઈજનેર સાથે વાત કરતાં તેઓ એ ચોમાસામાં ડી પી માં ફોલ્ટ થતા સમસ્યા સર્જાય છે. અને ખેડૂતોની રજુઆત નું યોગ્ય નિરાકરણ લાવીશું તેમ જણાવી લુલો બચાવ કર્યો હતો.