બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા
ઠાસરા પોલીસ સ્ટેશનની ગાડી પેટ્રોલિંગ દરમિયાન સાંઢેલી બાજુ પેટ્રોલિંગમાં નીકળી હતી. સાંઢેલી પાસે આવેલ નર્મદા કેનાલ પાસે રોડ પર મગર જોવા મળ્યો હતો ત્યારે હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ ચાવડા દ્વારા નેચર હેલ્પ ફાઉન્ડેશનના ડાકોર હેલ્પલાઇન નંબર પર જાણ કરાતા સંસ્થામાંથી સ્વયંસેવક મિત્રો તથા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાધનોથી સજ્જ થઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા. લગભગ ૫૦ મીનીટની જહેમત બાદ મગર ને ગાળિયાની મદદથી પાંજરે પૂર્યો હતો. મગરની લંબાઈ ૮.૯ફૂટ હતી તથા વજન ૧૦૦ કિલો હતું.સંસ્થાના પ્રમુખ રાહુલ સોલંકીના જણાવ્યા અનુસાર આ રેસ્ક્યુ ઓપરેશન માં જીગ્નેશ પંડ્યા, શિવમ્ જોશી, અમિત ભોઈ, અક્ષય ભોઈ, રાજુભાઈ સેવક તથા forest ડિપાર્ટમેન્ટ માંથી કમલેશભાઈ ભરવાડ, અનિલભાઈ પટેલ તથા સ્ટાફ ની મુખ્ય કામગીરી હતી. મગર માઈગ્રેસન રૂટ માં રોડ પર ફસાઈ ગયો હતો મગર ઘ્વારા કોઈને નુકશાન પહોંચાડવામાં આવતું નથી સિવાય એને છંછેડવા માં આવે તો. સ્વયંસેવક મિત્રો ઘ્વારા ગ્રામ જનો ને મગરથી કેવી રીતે સુરક્ષિત રહેવું તથા મગર ને કેવી રીતે સુરક્ષિત રખાય તે અંગે ની માહિતી પૂરી પાડવામાં આવી હતી મગરને એના પ્રાકૃતિક નિવાસમાં માટે મુક્ત કરવામાં આવ્યો હતો.