રીપોર્ટર : આદીલખાન પઠાણ, બાબરા
બાબરા તાલુકાના ચમારડી ગામે આજ રોજ સી.સી. રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. બાબરા લાઠીના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમ્મરના વરદહસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. ચમારડી ગામે રૂ.૪૦ લાખ ના ખર્ચે સીસી રોડ બનાવવામાં આવશે તેમજ સીસી રોડનું પણ ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું, સાથે ચમારડી ગામે લેરાનાથ મંદિર ચોકથી ગ્રામપંચાયત સુધી નવનિર્મિત બ્લોક રોડનું પણ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમ્મરના વરદહસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમ્મર એ ચમારડી ગામે અને તાલુકામાં ધણા બંધા વિકાસ કામો કાર્ય છે. ત્યારે ગામ લોકોમાં ખુશી જોવા મળી રહી છે.
આ પ્રસંગે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમ્મર, તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો, ચમારડી ગામના સરપંચ અવિદભાઈ મેમકીયા, કોંગ્રેસ અગ્રણી પ્રભાતભાઈ કોઠીવાળ, ધીરુભાઈ વહાણી, ડાયાભાઈ મગતરપરા, કરશનભાઈ અસલાલીયા, અનકભાઈ વાળા, કમલેશભાઈ ડાભી,અશોકભાઈ અસલાલીયા, લખુભાઈ બસીયા, મનુભાઈ શેલીયા, વશરામભાઈ મગતરપરા, બસુભાઈ અસલાલીયા સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
