બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા
અપક્ષ કાઉન્સીલર અને ભાજપના સાંસદ મનસુખ વસાવા વચ્ચે બોલાચાલી, રાજેન્દ્રનગર સોસાયટીમાં પેવર બ્લોકના કામગીરીના ખાતમુહૂર્ત દરમિયાન થયેલ બોલાચાલી.
અપક્ષ કાઉન્સીલર મહેશ વસાવાએ લગાવ્યા ગંભીર આક્ષેપ કામો મંજૂર ન થયા હોય અને ખાતમુહૂર્ત કરાયું હોવાનો આક્ષેપ, જોકે રહીશોએ પણ અગાઉ પેવરબ્લોક બાબતે વિરોધ નોંધાવ્યો છે, છતાં ખાતમુહૂર્ત કરી દેવાયું.
ચૂંટણી આવી એટલે આવા પ્રશ્નો ઉભા થવાના જ છે સમય વીતતા તેનો ઉકેલ આવી જશે : મનસુખભાઇ વસાવા સાંસદ
પાલિકાનું કામ હોય, ચીફ ઓફિસરે અમને આમંત્રિત નથી કરાયા ઉપરાંત કામોને સામાન્ય સભામાં મુક્યાં વિના ટેન્ડરિંગ કરી દેવાયું હોવાનો સભ્ય મહેશ વસાવાનો આક્ષેપ
ખાતમુહૂર્ત સ્થળે પાલિકા કારોબારી અધ્યક્ષ અને સભ્ય મહેશ વસાવા સાથે પણ ચકમક