રિપોર્ટર : પ્રિતેશ દરજી, શહેરા
શહેરામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મેડિકલ સ્ટોરમા તપાસ કરવા માટે શુભ મુહૂર્તની રાહ દેખી રહયુ હોઈ તેમ લાગે છે. અમુક મેડિકલ સ્ટોરમા દવાની ખરીદી કરતા ગ્રાહકો ને જી.એસ.ટી સાથેનુ બિલ નહી આપવા સહિત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના નિયમોનું પાલન ન થતુ હોવાની બૂમો ઉઠવા પામી છે.
શહેરા તાલુકા મથક ખાતે મેડિકલ સ્ટોરમા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના નિયમોનું પાલન થવુ અત્યંત જરૂરી છે. તાલુકાના ગ્રામીણ વિસ્તારમાંથી અમુક લોકો બિમાર પડે તો ખાનગી દવાખાનાઓમાં સારવાર અર્થે આવતા હોય છે. અમુક મેડિકલ સ્ટોર મા ગ્રાહકોને દવા ની ખરીદી કર્યા બાદ જી.એસ.ટી નંબર સહિત નુ બિલ નહી આપવામા આવતુ હોવાની બૂમો પાછલા કેટલાક સમયથી ઉઠી છે. જ્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તાલુકા મથક ખાતે આવેલ મેડિકલ સ્ટોર મા તપાસ કરવામાં શુભ મુહૂર્ત ની રાહ દેખી રહયુ હોય તેવુ લાગી રહયુ છે. મહત્વનું છે કે મેડિકલ સ્ટોરમાં જી.એસ.ટી. સહિતનુ પાકુ બિલ આપવામા આવે છે કે નહી તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના નિયમોનુ પાલન થાય છે ખરૂ ? તે તપાસ કરવામાં પણ જવાબદાર તંત્ર ને કોઈ રસ ના હોય તેમ લાગી રહયુ છે. જિલ્લા નુ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આ બાબતે પોતાની નૈતિક ફરજ ક્યારે નિભાવશે એ હવે જોવાનું રહ્યું.