ગીરસોમનાથ જિલ્લાના ભાલકા ખાતે એક વેપારીએ જુના ગ્રાહક ને બીડી ની ઝૂડી ના આપતા ખેલાયો ખૂની ખેલ. પ્રવીણ ભાઈ નામના ગ્રાહકે રમેશ ભાઈ નામના વેપારી પાસે સાંજના સમયે જ્યારે બીડી ની ઝૂડી માંગી ત્યારે વેપારીએ બીડી ન આપતા પ્રવિણ નામના ગ્રાહક અને તેના પુત્રએ તલવાર લાવી અને વેપારી ઉપર હુમલો કર્યો હતો જેમાં પુત્રને બચાવવા જતા વેપારી ની વૃદ્ધ માતા ને પણ હાથમાં તલવારની ઇજા થઇ હતી. વેપારી અને તેની માતા ને 108 દ્વારા વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને પોલીસ ને બોલાવી ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.