રિપોર્ટર : અનીશખાન બલુચી, કેવડિયા કોલોની
યુપીના હાથરસ માં બનેલી બળાત્કારની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી મૂક્યો છે ત્યારે સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે લોકો આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માંગણી કરી રહ્યા છે. ઉપરાંત તંત્ર દ્વારા આરોપીઓને બચાવવા ની તેમ જ પીડિતાના પરિવારને હેરાન કરવાની ઘટનાઓ સામે આવી હતી. ત્યારે લોકોમાં ઉગ્ર રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે તિલકવાડાં તાલુકા કોંગ્રેસ સમિતિ ના કાર્યકર્તાઓ દ્વારા આ શર્મસાર ઘટનાનો વિરોધ નોંધાવી બળાત્કારીઓને ફાંસીની સજા મળે તેમજ પીડિતાના પરિવારને ન્યાય મળે તેવી માંગ કરી છે. તિલકવાડાં તાલુકા કોંગ્રેસ સમિતિ ના કાર્યકર્તાઓ સાથે વધુ માં વાત કરતા તેમણે જણાવ્યું હતું કે યુપી ના હાથરસ માં જે ઘટના બની છે અને તેના પરિવાર ના લોકો ન્યાય માટે વલખા મારી રહ્યા છે એક દલિત સમાજ ની દીકરી પર અત્યાચાર થયો અને તેના આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તે ખૂબ શરમજનક વાત છે તિલકવાળા ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિ યુપી માં થયેલ શર્મસાર બળાત્કાર ની ઘટના ને વખોડે છે અને તેનો સુત્રોચાર સાથે વિરોધ દર્શાવી ને બળાત્કારીઓ ને ફાંસી ની સજા થાય અને પીડિતા ના પરિવાર ને ન્યાય મળે તેવી માંગ કરી છે અને જો વહેલી તકે પીડિતા ના પરિવાર ને ન્યાય નહિ મળે તો તિલકવાડા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેવી ચીમકી ઉચ્ચારી હતી અને તિલકવાડાં મામલતદાર પૂર્વેશ ડામોર ને આવેદનપત્ર આપી ને પીડિતા ને ન્યાય અપાવાની માંગ કરી હતી.
