રિપોર્ટર : જયેશ મારડીયા, ઉપલેટા
હાલ માં ઉપલેટા ખાતે પત્રકાર કાનભાઈ સુવા પોતાની ફરજના ભાગે રૂપે ઉપલેટા પોલીસ સ્ટેશને વિગતો લેવા ગયા હતા, જ્યાં નવનિયુક્ત પી.આઈ.રાણા દ્વારા પત્રકાર કાનભાઇ સાથે ઉદ્ધતા પૂર્વકનું વર્તન કરી ધાક ધમકી આપીને પત્રકાર કાનભાઈને પોલીસ સ્ટેશનના પગથિયાં નહિ ચડવા ચીમકી આપી હતી, ત્યારે આ બાબતે પત્રકારનું પી.આઇ. દ્વારા અપમાન કરાતાં આજરોજ રાજકોટ ખાતે એસ.પી.ને અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના પ્રમુખ કિશોરભાઈ મારુ તેમજ રાષ્ટ્રીય પ્રમુખ જીગ્નેશ કાલાવડીયા દ્વારા આવેદનપત્ર આપી અને આ તુડી મિજાજી પી.આઇ. રાણાની શાન ઠેકાણે લાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી અને તાત્કાલિક પત્રકારના અપમાન બાબતે પી. આઈ.રાણા ઉપર કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું અને આ તકે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના ગુજરાતના પ્રમુખ કિશોરભાઈ મારુ અને રાષ્ટ્રીય પ્રમુખ જીગ્નેશ કાલાવડીયાએ પોતાની ઉગ્ર શૈલીમાં પ્રતિક્રિયા આપી હતી.