બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના અંબાવ ગામે ગ્રામપંચાયત દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા હતા વર્ષોથી બંધ હાલતમાં રહેલા જાહેરશૌચાલયને વહીવટી તંત્ર સાથે રાખી તોડી પાડી દબાણ દૂર કરવામાં આવ્યું હતું દબાણ દૂર કરવા માટે દબાણકર્તાઓને પંચાયત દ્વારા અનેકવાર નોટિસ પાઠવવામાં આવી હતી. પરંતુ દબાણ દૂર ન કરાતા ગામના સરપંચ ધ્રુવલભાઈ પટેલ અને પંચાયતના સભ્યો હાજર રહી પોલીસ બંદોબસ્ત સાથે રાખીને જુના ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા હતા અને દબાણ દૂર કરેલી જગ્યામાં પંચવટીનું આયોજન કરી લોકોને બેસવા માટે બાંકડા મૂકી આપવામાં આવશે અને લગ્નપ્રસન્ગ નિમિત્તે આ જગ્યાનો ઉપયોગ થઇ શકે તે માટેનું આયોજન કરવામાં આવશે તેમ ગામના સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું.