રિપોર્ટર :ભૂપત સાંખટ,અમરેલી
સમગ્ર દેશમાં કોરા ના વાયરસ થી ચિંતા તુર છે ત્યારે અમરેલી જિલ્લાના તાલુકાઓમાં ખાસ કરીને ચણાની ખેતી કરતા ખેડૂતો ને મુશ્કેલી ના પડે તે માટે ટેકાના ભાવમાં ખરીદી ચાલુ કરવામાં આવી છે આજ રોજ માર્કેટ યાર્ડ-રાજુલામાં માન દિલીપભાઈ સંઘાણી નાં માર્ગદર્શન થી ટેકાનાં ભાવે ચણા ની ખરીદી ચાલું કરવામાં આવેલ જેમાં માન સંસદ સભ્યશ્રી નારણભાઈ કાછડીયા, પુર્વ સંસદીય સચિવશ્રી હિરાભાઈ સોલંbકી, માર્કેટ યાર્ડનાં પ્રમુખશ્રી જીજ્ઞેશભાઈ પટેલ, ટીંબી માર્કેટિંગ યાર્ડ ચેરમેન ચેતનભાઈ શિયાળ,અમર ડેરીનાં પ્રમુખશ્રી અશ્વિનભાઈ સાવલીયા, કાૈશીકભાઈ વેકરીયા તેમજ માર્કેટ યાર્ડ નાં ડાયરેક્ટરો હાજર રહેલ હતા અમરેલી જિલ્લાના તાલુકાઓના ગામડાઓના ખેડૂતો માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ખેડૂતો દ્વારા સરકાર શ્રી નો આભાર વ્યકત કર્યો હતો