રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
મહીસાગર જિલ્લાના, નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આરોગ્ય વિભાગમાં કામ કરતા આશરે ૧૫૦ જેટલા વિવિધ સંવર્ગના કર્મચારીઓને કાયમી કરી સરકારી કર્મચારી તરીકે ના તમામ સંલગ્ન લાભ આપવા માટે જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. તેમજ આ અગાઉ પણ એન.એચ.એમ યુનિયન ના રાજ્ય કક્ષા ના પ્રમુખ દ્વારા છેલ્લા બે વર્ષ થી રાજ્ય કક્ષાએ નેશનલ હેલ્થ મિશન કર્મચારીઓની પડતર માંગણી અંગે વારંવાર રજૂઆતો કરી હોવા છતાં તેમજ તારીખ 2/ 6/ 2020 તારીખ 21/ 7/ 2020/ અને તારીખ 30/ 9/ 2020 ના રોજ પણ એન.એચ.એમ યુનિયન પ્રમુખ દ્વારા એન.એચ.એમ કર્મીઓની માંગણીઓની લેખિત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈપણ પ્રકારનો પ્રતિઉત્તર ન મળતાં આજરોજ ગુજરાત રાજ્ય ના તમામ જિલ્લા ના એન.એચ.એમ સ્ટાફ સાથે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આરોગ્ય વિભાગમાં કામ કરતા મહિસાગર જિલ્લાના આરોગ્ય વિભાગ ના કરાર આધારીત તમામ વર્ગના કર્મચારી એ પોતાની માંગણી ન સંતોષાતાં માસ cl ઉપર જવાનો નિર્ણય કરેલ છે, તેમજ તા 12 /10/2020 ના રોજ થી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.