ખેડા એલ.સી.બી નો સપાટો: રહેણાંક મકાનમાંથી મહિલા બુટલેગર સહિત રૂ.૧,૧૨,૭૦૦ નો દારૂ ઝડપ્યો.

Kheda Latest
બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા

ખેડા- નડિયાદ એલ.સી.બી. સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી.પટેલ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમી એક મહિલાએ પોતાના ઘરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ઘરમાં સંતાડી રાખ્યો છે બાતમી ના આધારે પોલીસે દરોડા પડતા આરોપી તારાબહેન ને પોતાના મકાનમાંથી વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ -૧૫૯ કિંમત રૂ.૬૪,૭૦૦ તથા બિયરના બોક્ષ નંગ ૨૦ બીયરના ટીન નંગ-૪૮૦ ટીન કિ.રૂ.૪૮000 મળી કુલ કિંમત રૂ.૧,૧૨,૭૦૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. મહિલાની પૂછતાછ કરતા તેને આ મુદ્દામાલ પોતાના ભાઈ વિજયભાઇ દશરથભાઇ તળપદા રહે. ભાનેર સાથે મળી વેચાણ કરતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંને આરોપીઓ સામે ગુન્હો નોંધી મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *